નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ વિધાનસભાની મતગણતરી આજે સવારથી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે જ ઉત્તરપ્રદેશમાં ભાજપ 250 જેટલી બેઠકો ઉપર આગળ હતી. જ્યારે ચોંકાવનારા તારણો પંજાબમાં સામે આવ્યાં છે. પંજાબમાં આમ આદમી પાર્ટી હરિફ ભાજપ અને કોંગ્રેસને ખૂબ જ પાછળ રાખીને 117 પૈકી 88 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી આગળ હતી. જ્યારે ગોવા અને ઉત્તરાખંડમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. મણિપુરમાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે.
ઉત્તરાખંડની તમામ 70 સીટો માટે ટ્રેન્ડ સામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી 43 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ 21 સીટો પર આગળ છે જ્યારે અન્ય 6 સીટો પર આગળ છે. પંજાબમાં કોંગ્રેસને માત આપનાર આમ આદમી પાર્ટી ઉત્તરાખંડમાં ખાતું ખોલાવી શકી નથી. ઉત્તરાખંડમાં બહુમતીનો આંકડો 36 છે અને ભારતીય જનતા પાર્ટી બહુમતીના આંકડા કરતાં 7 વધુ બેઠકો પર આગળ છે. ખતીમાથી પાછળ રહેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી હવે આગળ છે.
ભાજપ યુપીના 12 જિલ્લામાં ક્લીન સ્વીપ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે
ઉત્તરપ્રદેશના આગ્રા, ઉન્નાવ, દેવરિયા, સિદ્ધાર્થનગર, હાપુડ, હાથરસ, આગ્રા, ઉન્નાવ, ગોરખપુર સહિત અન્ય 3 જિલ્લાઓની તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી યુપીના 12 જિલ્લામાં ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. પૂર્વાંચલમાં ભાજપનું પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે. પશ્ચિમ યુપીમાં પણ ભાજપ સપા ગઠબંધન પર ભારે પડી રહી છે. એ જ રીતે રાજધાની લખનૌ અને કાનપુરમાં પણ ભાજપ સપાથી આગળ છે.
- ઉત્તર પ્રદેશ
યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં એક રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. 37 વર્ષ બાદ આ પ્રથમ વખત બનશે જ્યારે સત્તાધારી પક્ષને ફરીથી સરકાર બનાવવાની તક મળશે. આ પહેલા 1985માં કોંગ્રેસ છેલ્લી વખત સત્તામાં આવી હતી. તાજેતરના વલણો અનુસાર, ભાજપ 265 બેઠકો પર આગળ છે. એટલે કે બહુમતીના આંકડાથી ઘણો આગળ છે. સમાજવાદી પાર્ટી 150ની અંદર સંકોચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ અને બસપાની હાલત ખરાબ છે.
- ઉત્તરાખંડ
ઉત્તરાખંડમાં પણ ફરી એકવાર ભાજપની સરકાર રચાતી જોવા મળી રહી છે. અહીં પણ કોઈપણ પક્ષને ક્યારેય બીજીવાર સત્તામાં આવવાનો મોકો મળતો નથી. તાજેતરના વલણો અનુસાર, ભાજપ 43 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 21 બેઠકો પર આગળ છે.
- પંજાબ
પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીના ઝાડુએ કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો છે. આપ મોટી જીત મેળવવાના માર્ગ પર છે. AAPએ અત્યાર સુધી 87 સીટો ઉપર આગળ ચાલી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ડેટામાં AAPએ 87 બેઠકો પર આગળ છે.
- ગોવા
ગોવામાં ચૂંટણી પરિણામોનો ખરો અખાડો દેખાઈ રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આકરો મુકાબલો ચાલી રહ્યો છે. તાજેતરના વલણો અનુસાર, ભાજપ અત્યાર સુધી 17 બેઠકો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 16 સીટો પર આગળ છે. ટીએમસી અને આમ આદમી પાર્ટી પણ 2-2 સીટો પર લીડ ધરાવે છે.
- મણિપુર
મણિપુરના પ્રારંભિક વલણો પરથી એવું લાગે છે કે એન. બિરેન સિંહ ફરી ભાજપનો વિજય અપાવશે. ભાજપ અત્યારે 21 સીટો પર આગળ છે. એટલે કે તેઓ બહુમતી સુધી પહોંચવાના છે.જ્યારે કોંગ્રેસ ફરી એકવાર પાછળ રહી ગયું છે.