માળિયા-મીયાણા તાલુકા પંચાયતની મતગણતરી અટકાવાઈ
અમદાવાદઃ ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન માળિયા મિયાણા તાલુકા પંચાયતની મતગણતરી રોકવામાં આવી હતી. જેથી ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યાં હતા. ઈવીએમમાં ટેકનીકલ ખામીને કારણે મતગણતરી રોકવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માળિયા-મીયાણા તાલુકા પંચાયતની બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે મતગણતરી કેન્દ્રો ઉપર પહોંચ્યાં હતા. તાલુકા પંચાયતની મતગણતરી દરમિયાન સારવડની બેઠક ઉપર ઈવીએમમાં ટેકનીકલ ખામી સર્જાઈ હતી. જેથી મતગણતરી અટકાવવામાં આવી હતી. ઈવીએમમાં ટેકનીકલ ખામી સર્જાતા અધિકારીઓએ ખામી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.