1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર કાલે મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર કાલે મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે

રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર કાલે મંગળવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ કરવામાં આવશે

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને Postal Ballot અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ Observers પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે. મતગણતરી સ્ટાફનું First અને Second Randomization પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે Third Randomization  કાલે મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે Observers ની હાજરીમાં કરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા મુજબ મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા જેમને અધિકાર પત્રો આપવામાં આવ્યા છે. માત્ર તેવા જ મીડિયાકર્મીઓ પ્રવેશ કરી શકશે. કાલે મંગળવારે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા Observers ની હાજરીમાં Strong Room ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે. તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPF નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

કમિશનના Observers સિવાય મતગણતરી કેન્દ્રમાં Mobile, Tablet કે Laptop જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવા Counting Supervisors પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ તથા Voter Helpline App પર ચૂંટણીના પરિણામો જાણી શકાશે. રાજ્યકક્ષાએ મીડિયાકર્મીઓને પરિણામની વિગતો મળી રહે તે માટે નવા સચિવાલયના બ્લોક નં.1 ના ચોથા માળે સમિતિ ખંડમાં મીડિયા સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code