Site icon Revoi.in

સુરક્ષા પરિષદના વિસ્તરણનો વિરોધ કરનારા દેશોની ટીકા થવી જોઈએઃ ભારત

Social Share

નવી દિલ્હીઃ યુએન સિક્યુરિટી કાઉન્સિલના વિસ્તરણને અવરોધે છે અને આફીક્રાને યોગ્ય સ્થાન આપવા નથી માંગતા તેવા દેશોની ખુલ્લી ટીકા થવી જોઇએ ભારતના યુએન મિશનના ઈન્ચાર્જ આર. રવિન્દ્રએ બુધવારે એક બેઠકમાં જણાવ્યું હતું.પરીષદના અધ્યક્ષ સીઅરા લીયોન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ કે આફ્રિકાને કાયમી સભ્ય તરીકે સ્વીકારવાનો ઇનકાર એ કાઉન્સિલની સામૂહિક વિશ્વસનીયતા પર એક ડાઘ છે રવિન્દ્રએ કહ્યું કે, ભારતે હંમેશા કાઉન્સિલના વિસ્તરણમાં આફ્રિકાના કાયમી પ્રતિનિધિત્વની માંગ કરી છે.તેમણે કહ્યું કે શાંતિ રક્ષા માટે કાઉન્સિલના લગભગ 70 ટકા આદેશ આફ્રિકા માટે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી કાઉન્સિલને સુધારવાના પ્રયાસ સુસુપ્ત છે. તેમણે આગામી વર્ષે યુએનની 80મી વર્ષગાંઠ પહેલા પગલાં લેવાની માગણી કરી જેને આફ્રિકી દેશો દ્વારા સુધારાના નવા દબાણ તરીકે જોવામાં આવે છે.12-રાષ્ટ્રોના જૂથ યુનાઇટીંગ ફોર કન્સેન્સસએ કાયમી સભ્યપદ મેળવવા માટે કેટલાક દેશોના વિરોધને કારણે સુધારાની પ્રક્રિયાને આગળ વધતી રોકવા માટે સખત લડત આપી છે.આ જૂથનું નેતૃત્વ ઇટાલી કરે છે અને તેમાં પાકિસ્તાન અને કેનેડાનો સમાવેશ થાય છે.

ત્યારબાદ રવિન્દ્રએ પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમના કાશ્મીર મુદ્દાને ઉઠાવવા અને તેને પેલેસ્ટાઈન મુદ્દા સાથે જોડવાના પ્રયાસને નકારી કાઢ્યો હતો.તેમણે કહ્યુકે “અમે સૌપ્રથમ એક પ્રતિનિધિમંડળને ફરીથી ભારત વિશે જુઠ્ઠાણાનું પુનરાવર્તન કરતા સાંભળ્યું,”. આવી ટિપ્પણીઓ અપમાનજનક છે. આપણે આવી ટિપ્પણીઓને સંપૂર્ણ રીતે નકારી કાઢવી જોઈએ.રવિન્દ્રએ પાકિસ્તાનનું નામ લીધુ ન હતુ નહીંતર પાકિસ્તાનને પણ જવાબ આપવાની તક મળી ગઈ હોત.

#UNSecurityCouncil#AfricaRepresentation#UNReforms#GlobalPolitics#IndiaUN#PermanentMembers#UNExpansion#Peacekeeping#UN80thAnniversary#InternationalDiplomacy#UNDebate#IndiaPakistanRelations#UNSecurityCouncilReform#GlobalGovernance#UNPolicy