- ભારતમાં 350 વધુ અંતરિક્ષ કંપનીઓ
- સમગ્ર દેશમાં આ મામલે ભારતનો પાંચમો ક્રમ આવ્યો
- કોરોનાની સ્થિતિ વચ્ચે સ્પેસ કંપનીઓ માટે સાચા સમાચાર
દિલ્હીઃ- સમગ્ર દેશમાં એક બાજુ કોરોના મહામારીનો માર હતો તો બીજી તરફ આ સ્થિતિ વચ્ચે, ભારતના અવકાશ તકનીક ક્ષેત્રમાંથી સારા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતમાં ખાનગી સ્પેસ કંપનીઓની સંખ્યા વધીને 350 થઈ ગઈ છે. જે આ ક્ષેત્રમાં પહેલાથી કાર્યરત જાપાન, ચીન અને રશિયા કરતા પણ વધુ જોવા મળે છે, આ સંખ્યા ભારતને વૈશ્વિક સ્તરે પાંચમું સ્થાન અપાવ્યું છે.
વૈશ્વિક અહેવાલના ભાગ રૂપે 10 હજાર જેટલી ખાસ કંપનીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં 2025 સુધીમાં અંતરિક્ષ તકનિક અર્થવ્યવસ્થાને 500 ટ્રિલિયન થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, યુકે, કેનેડા અને જર્મની પછી 5 હજાર 500 થી વધુ કંપનીઓ અમેરિકા છે, ત્યાર બાદ યૂકે, કેનેડા અને જર્મનીનો નંબર આવે છે, આ રિપોર્ટમાં ચીન, ફ્રાંસ અને સ્પેનમાં અનુક્રમે 288, 269 અને 206 ની સરખામણીએ 368 કંપનીઓની સૂચિ છે. જાપાન અને રશિયામાં અનુક્રમે 184 અને 56 કંપનીઓ છે.
આ બાબતને લઈને ઇસરોના અધ્યક્ષ કે શિવાનએ કહ્યું, ‘અવકાશ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી અને નાની બંને કંપનીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે. 2020 ના અંતની તુલનામાં અંતરિક્ષ દરખાસ્તોની સંખ્યામાં પણ લગભગ 30 ટકાનો વધારો થયો છે.
સ્પેસટેક એનાલિટિક્સના રિપોર્ટ ‘સ્પેસટેક ઇન્ડસ્ટ્રી 2021 / ક્યૂ 2 લેન્ડસ્કેપ ઓવરવ્યૂ’ અનુસાર વૈશ્વિક સ્તરે, મોટાભાગની કંપનીઓ નેવિગેશન અને મેપિંગમાં છે, ત્યારબાદ 1 હજાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓ, 718 સ્પેસ કમ્યુનિકેશન, રિમોટ સેન્સિંગમાં 211 , એરિયલ ઇમેજિંગમાં 152 , અવકાશયાન વિકાસમાં 80, અંતરિક્ષ મુસાફરીમાં 58, અને અંતરિક્ષ ચિકિત્સામાં 48 કપંનીઓ છે