દેશની સિદ્ધી – વિશ્વના 500 સુપર કમ્પ્યૂટરોમાં ભારતના પરમ સિદ્ધી કમ્પ્યૂટને 63મો ક્રમ મળ્યો
- દેશની સિદ્ધી
- વિશ્વના 500 સુપર કમ્પ્યૂટરોમાં સ્વદેશી પરમ સિદ્ધી કમ્પ્યૂટને 63મો ક્ર
- ભારતના કમ્પ્યૂટરે મેળવી સિદ્ધી
ભારતના પરમ સિદ્ધી કમ્પ્યૂટર એ વિશ્વના 500 સુપર કોમ્પ્યુટર્સની યાદીમાં 63 મું સ્થાન પ્રાપ્ત થયું છે. રાષ્ટ્રીય સુપર કમ્પ્યુટિંગ અભિયાન (એનએસએમ) હેઠળ બનાવવામાં આવેલ ‘પરમ સિદ્ધિ’ નામના ભારતીય સુપર કમ્પ્યુટરને વિશ્વના 500 સૌથી શક્તિશાળી કમ્પ્યુટરની યાદીમાં 63 મો ક્રમ પ્રાપર્ત થયો છે આ સાથે જ સ્વદેશી કમ્પ્યૂટરની સિદ્ધી દેશને પ્રાપ્ત થઈ છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્રારા મંગળવારના રોજ આ બાબતે માહિતી આપવામાં આવી હતીઆ અંગે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે. સુપર કોમ્પ્યુટર્સના ક્ષેત્રમાં ભારત વિશ્વના સૌથી મોટા માળખાગત કેન્દ્રોમાંનું એક છે અને આ પરમ સિદ્ધી -એઆઈ રેન્કિંગ એ સાબિત કરી બતાવ્યું છે.
આ સમગ્ર બાબતને લઈને તેમણે વધુમાં કહ્યું કે, મને વિશ્વાસ છે કે પરમ સિદ્ધી-એઆઈ દ્વારા આપણી રાષ્ટ્રીય શૈક્ષણિક, વિકાસ અને સંશોધન સંસ્થાઓ વધુ મજબૂત બનશે. આ સિવાય રાષ્ટ્રીય જ્ઞાન નેટવર્કમાં ફેલાયેલા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને પણ મહત્વરુપે ઘણો ફાયદો થશે.ડી.એસ.ટી.એ જણાવ્યું હતું કે, એઆઈ સિસ્ટમ થકી આરોગ્ય સેવાઓને પણ લાભપ્રાપ્ત થશે આ સાથે જ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂર્વ અનુમાન પણ લગાવી શકાશે.
સાહીન-