મુંબઈઃ મહિલા અધિકાર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા સાવિત્રીબાઈ ફુલેજીની આજે જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના ગામમાં થયો હતો. સાવિત્રીબાઈ ફુલેજી ભારતની પ્રથમ વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સંસ્થાપિકા હતા. મહિલાઓને સુશિક્ષિત બનાવવા માટે વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ બાલિકા સ્કૂલની સ્થાપના કરી હતી. આ સ્કૂલ પૂણેમાં છે, પરંતુ આ ઐતિહાસિક ધરોહર હાલ બતર હાલતમાં છે. જૂના પુણે શહેરના ભિંડેવાડામાં મહાત્મા જ્યોતિબા ફુલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફુલેએ 175 વર્ષ પહેલા મહિલા સ્કૂલ શરૂ કરી હતી. પરંતુ વર્ષોથી આ સ્કૂલ બંધ હાલતમાં છે અને તેની સ્થિતિ જોઈને ગમે ત્યારે ધરાશાયી થાય તેવુ લાગે છે.
સાવિત્રીબાઈ ફુલેની જન્મજ્યંતિઃ દેશમાં દીકરીઓના અભ્યાસ માટે 18 સ્કૂલોની શરૂઆત કરી
રિપોર્ટ અનુસાર આઝાદી પહેલા અહીં ગણતરીની મહિલાઓ અભ્યાસ કરતી હતી, જે તે સમયે ગરીબ પરિવારની મહિલાઓને ભણાવીને સશક્ત બનાવવાના ઈરાદા સાથે સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્કૂલને રાષ્ટ્રીય સ્મારક બનાવવાની માંગ ઉઠી હતી પરંતુ આજે તેની હાલત દયનીય છે. સાવિત્રીબાઈ ફુલેજી દેશના પ્રથમ મહિલા શિક્ષક અને સમાજ સેવિકા હતા. તેઓ દેશના પ્રથમ બાલિકા વિદ્યાલયના પ્રથમ પ્રિન્સિપાલ હતા અને પહેલી કિસાન સ્કૂલના સંસ્થાપિકા હતા. જ્યારે તેઓ નવ વર્ષના હતા ત્યારે તેમના લગ્ન 13 વર્ષના જ્યોતિરાવ ફુલેજી સાથે થયાં હતા. જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે સાવિત્રીબાઈ ભણતા ન હતા. પરંતુ તેમના પતિ ધો-3માં અભ્યાસ કરતા હતા. આ તે સમય હતો જ્યારે સાવિત્રીજી ભણવાના સ્વપ્ન દેખતા હતા જ્યારે દલિતો સાથે પણ ભેદભાવ થતા હતા.