કૃષિ ક્ષેત્રમાં દેશની પ્રથમ ડ્રોન તાલીમ સરકારી સંસ્થા સ્થાપવામાં આવશે – હિમાચલ IIT મંડી હબ ખાતે લઈ શકાશે આ તાલિમ
શિમલાઃ- ભારત દેશ અનેક ક્ષેત્રમાં ખૂબ જ આગળ વઘી રહ્યો છે ત્યારે જો કૃષિપ્રઘાન ભારતની વાત કરીએ તો હવે ખેતી માટે અનેક ટેકનોલોજી આવી ચૂકી છે આ સહીત ડ્રોનનો ઉપયોગ પણ થઈ રહ્યો છએ ત્યારે ડ્રોનની તાલિમ લોકોને મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છએ
આ શ્રેણીમાં કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ક્રાંતિ લાવવા માટે IIT મંડી હબ ટૂંક સમયમાં 100 પાઇલટ્સને તાલીમ આપશે. આ માટે ઓક્ટોબરમાં પ્રથમ બેચની તાલીમ શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી યુવા કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આ તાલીમ સંપૂર્ણપણે મફત હશે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્રા કૃષિ ક્ષએત્રમાં ડ્રોનને મહત્વ અપાયા બાદ ખેડૂતોને ઘણો લાભ થયો છે ત્યારે હવે IIT મંડી દેશની પ્રથમ સરકારી સંસ્થા બનશે જે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન પર કોર્સ ઓફર કરશે.
આ સહીત આ કોર્સનો સમયગાળો માત્ર ત્રણ મહિનાનો છે. ઉમેદવાર પાસે ભારતીય પાસપોર્ટ હોવો આવશ્યક છે. તેમની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. આ સિવાય 10મું, 12મું અને ITI પાસ કરેલ હોય અને કૃષિ ક્ષેત્રનો બે વર્ષનો અનુભવ ધરાવતા યુવાનો IIT મંડી હબની વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.
આ સાથે જ આ ત્રણ મહિનાના કોર્સમાં શીખવવામાં આવશે ત્રણ મહિનાના કોર્સમાં, યુવાનોને ડ્રોન કેવી રીતે ઉડાડવું, ડ્રોન પાઇલોટ્સને લાયસન્સ આપવા માટે જરૂરી ઔપચારિકતાઓ, ડ્રોન એપ્લિકેશનમાં યુવા માસ્ટર્સ બનાવવા અને કૃષિ ક્ષેત્રોમાં ડ્રોનનો છંટકાવ શીખવવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને વૃક્ષો અને છોડની દેખરેખ, જમીનની સ્થિતિનું નિરીક્ષણ, વાવણી અને પાકની સંપૂર્ણ જાળવણીની તાલીમ આપવામાં આવશે.