- ભારતના પહેલા મતદાતાનું નિધમ
- શ્યામ નેગીએ બે દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશમાં આપ્યો હતો મત
શિમલાઃ- દેશના પહેલા મતદાતા જી હા એટલે કે દેશમાં જેમણે પ્રથમ મતદાન કર્યું હતું તેના શ્યામ નેગીનું 106 વર્ષની વયે અવસાન થયુ છે. જો કે તેઓના નિધનના બે દિવસ અગાઉ પણ તેઓ મતદાન કરી ચૂક્યા છે.તાજેતરમાં જ તેઓ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું. તેમના મત લેવા માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી.
પ્રથમ મતદાતા હોવાથી તેઓને રેડ કાર્પેટ પર લાવવામાં આવ્યા હતા.બુધવારે જ 14મી વિધાનસભા માટે કલ્પામાં તેમના ઘરેથી પ્રથમ વખત બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. પીએમ મોદીએ દેશના સૌથી વૃદ્ધ મતદાતા નેગીના પણ વખાણ કર્યા છે.શ્યામ સરન નેગીએ દેશની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં પોતાનો પહેલો મત આપ્યો હતો અને ત્યારથી તેમણે ક્યારેય પોતાનો મત આપવાની તક ગુમાવી ન હતી.
પ્રકાપ્ત વિગહત પ્રમાણે કિન્નોર ડીસીએ માહિતી આપી હતી કે શ્યામ સરન નેગીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. સીએમ જયરામ ઠાકુરે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કેશ્યામ સરન નેગીનો જન્મ 1 જુલાઈ, 1917ના રોજ થયો હતો. તે કિન્નૌરના કલ્પામાં શિક્ષક તરીકે કામ કરતા હતા, અત્યાર સુધી 16 વખત લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું છે. તેઓ 2014 થી હિમાચલના ચૂંટણી આઇકોન પણ છે.નેગીએ 1951-52માં યોજાયેલી ચૂંટણીમાં ભારતની આઝાદી બાદ પ્રથમ વખત મતદાન કર્યું હતું.
શ્યાન નેગીના નિધઘન પર મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કરતા ટ્વિટર પર કહ્યું કે, “સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર અને કિન્નોરના શ્યામ સરન નેગી જીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. પોતાની ફરજ બજાવતા તેમણે 2 નવેમ્બરે 34મી વખત વિધાનસભાની ચૂંટણી માટે પોતાનો પોસ્ટલ વોટ આપ્યો, આ સ્મૃતિ હંમેશા ભાવુક રહેશે.
ભારતમાં બ્રિટિશ શાસનના અંત પછી 1951 માં જ્યારે પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, ત્યારે શ્યામ સરન નેગી મતદાન કરનાર પ્રથમ વ્યક્તિ હતા. 25 ઓક્ટોબર, 1951ના રોજ લાઈનમાં ઉભા રહીને મતદાન કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા.