Site icon Revoi.in

દેશનું ગૌરવ વધ્યું – બનારસના ગંગાઘાટ,કાંચીપુરમના મંદિરો સહિતના છ સ્થળોને વર્લ્ડ હેરિટેજની સંભવિત સૂચિમાં મળ્યું સ્થાન

Social Share

દિલ્હીઃ- વિશ્વના ઘણા દેશોના એવા જાણીતા માનિતા સ્થળો છે કે જે વર્લ્ડ હેરીટેજમાં પોતાનું સ્થાન ધરાવે છે ત્યારે ભારતમાંથી પણ ઘણા સ્થળોની પસંદગી આ યાદીમાં કરવામાં આવતી હોય છે, ત્યારે હવે ફરી એક વખત ભારતના 6 જેટલા સ્થળોને આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યા છે.

વિશ્વના સૌથી પ્રાચીન શહેર વારાણસીના ગંગાઘાટ રિવર ફ્રન્ટ, મહારાષ્ટ્રના મરાઠા લશ્કરી આર્કિટેક્ચર, કાંચીપુરમના મંદિરો, જબલપુરનો ભેડાઘાટ-લમ્હેટાઘાટ, સાતપુરા ટાઇગર રિઝર્વ અને ઉચ્ચ બેંકલને વર્લ્ડ હેરિટેજની સંભવિત સૂચિમાં શામેલ કરવામાં આવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે આ યાદી માટે ભારત સરકાર દ્વારા નવ સ્થળોના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. આમાંથી યુનેસ્કોએ સંભવિત સૂચિમાં છનો સમાવેશ કર્યો છે.ત્યારે આ વાત આપણા દેશ માટે ગૌરવ સમાન વાત છે.

આ સમગ્ર મામલે કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી પ્રહલાદસિંહ પટેલે બુધવારના રોજ કહ્યું હતું કે તે ભારત માટે ગૌરવની ક્ષણ છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની સંસ્થા, એએસઆઈએ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સંભવિત સૂચિમાં સમાવેશ કરવા માટે નવ સ્થળોનો પ્રસ્તાવ મૂક્યો હતો.જેમાંથી છ સંભવિત સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે.

આ યાદીમાં બનારસનો ગંગાઘાટ રિવર ફ્રન્ટ પણ શામેલ છે. આમાંના મધ્યપ્રદેશના જબલપુરમાં નર્મદા નદી પર ભેદાઘાટ-લમ્હેટાઘાટ અને સતપુડા ટાઇગર રિઝર્વ નું નામ પણ સામેલ છે,. આ સિવાય મહારાષ્ટ્રનું મરાઠા લશ્કરી આર્કિટેક્ચર, કર્ણાટકની ઉચ્ચ બેંકલ, મેગલિથિક સાઇટ્સ અને કાંચીપુરમનાં મંદિરો છે.