1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરનાં રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક સ્કુટર સ્લીપ ખાઈ જતાં દંપતીનું મોત
ગાંધીનગરનાં રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક સ્કુટર સ્લીપ ખાઈ જતાં દંપતીનું મોત

ગાંધીનગરનાં રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક સ્કુટર સ્લીપ ખાઈ જતાં દંપતીનું મોત

0
Social Share

ગાંધીનગરઃ પાટનગરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતુ જાય છે. શહેરના રક્ષા શક્તિ સર્કલ પાસેની ખુશ્બુ ગુજરાત કી હોટલમાં પરિવારજનો સાથે જમવા આવેલા દંપતીનું રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક સ્કુટર સ્લીપ ખાઈ જતાં બન્નેના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં આઠ વર્ષના એકના એક પુત્રએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે કે, અમદાવાદમાં રહેતા ભૌમિકભાઈ જીતુભાઈ પટેલ કાર એસેસરીઝનો વ્યવસાય કરે છે. ગઈકાલે ભૌમિકભાઈ તેમની પત્ની મિત્તલ અને દીકરા નિત્યને લઈને સાળાના ઘરે ગયા હતા. બાદમાં ઢળતી રાત્રે પરિવારજનો ગાંધીનગરમાં રક્ષા શક્તિ સર્કલ પાસેની ખુશ્બુ ગુજરાત કી હોટલમાં જમવા માટે આવ્યા હતા. રાત્રીના સમયે જમી પરવારીને બધા અમદાવાદ જવા માટે પરત રવાના થયા હતા. એ વખતે આઠ વર્ષીય પુત્ર નિત્ય તેના મામાની કારમાં બેઠો હતો. જ્યારે ભૌમિક અને તેમના પત્ની મિત્તલબેન સ્કુટર લઈને રક્ષા શક્તિ સર્કલ થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. એ વખતે રાંદેસણ બસ સ્ટેન્ડ નજીક અચાનક જ કોઈ જાનવર રસ્તામાં દોડી આવતા ભૌમિકભાઈએ સ્કુટર પરનો કાબુ ગુમાવી દીધો હતો. સ્કુટર સ્લીપ ખાઈ જતાં દંપતી રોડ પર પટકાયુ હતું.

આ અકસ્માતમાં બન્નેને ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતા. અકસ્માતના પગલે રાહદારીઓ પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બીજી તરફ તેમનો સાળો કાર લઈને મોટેરા સુધી પહોંચી ગયો હતો. અને તેણે ભૌમિકભાઈને કેટલે સુધી પહોંચ્યા પૂછવા માટે ફોન લગાવ્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉઠાવીને અકસ્માતની જાણ કરતા તેઓ તાબડતોબ પરત ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જ્યાં બેન બનેવીને મરણ ગયેલી હાલતમાં જોઈ તેઓ ફસડાઈ પડ્યા હતા. જ્યારે આઠ વર્ષીય પુત્ર નિત્ય પણ માતા પિતાની લાશ જોઈ વલોપાત કરવા કરવાં લાગ્યો હતો. બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ મથકના પીએસઆઇ એસ આર રાઠોડ પણ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે એકઠી થયેલી ભીડનાં કહેવા મુજબ અચાનક રસ્તામાં વાંદરો દોડીને આવી ચઢતાં ભૌમિકભાઈએ વાહન પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેમાં કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code