- દિલ્હી આપના નેતા મનીષ સિસોદિયા હાલ પણ જેલમાં જ રહેશે
- કોર્ટે દારુકૌંભાંડ મામલે જ્યુડિશિયલ કસ્ટડી 1 લી જૂન સુધી લંબાવી
દિલ્હીઃ- દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષ્ય બન્યા છે, ત્યારે કોર્ટે તેઓને જેલની સજા ફટકારી હતી જો કે હાલ પણ તેઓને કોર્ટે રાહત આપી નથી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી દારુ કૌંભાડ મામલામાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી છે.
જાણકારી પ્રમાણે જેલ સત્તાવાળાઓને અભ્યાસના હેતુ માટે ખુરશી અને ટેબલ પ્રદાન કરવાની તેમની વિનંતી પર વિચાર કરવાનો આદેશ પણ આપ્યો છે.. તે જ સમયે, સુનાવણી દરમિયાન, પોલીસ મનીષ સિસોદિયાને ગળાથી પકડીને લઈ જતી જોવા મળી હતી. આ મામલાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોવા મળ્યો છે જેના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
આજરોજ મંગળવારે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 જૂન સુધી લંબાવી હતી. તે જ સમયે, ન્યાયાધીશે જેલ અધિકારીઓને જેલની અંદર રાજકારણીને પુસ્તકો સાથે ખુરશી અને ટેબલ આપવા પર વિચાર કરવાનો પણ નિર્દેશ કર્યો હતો.
આ અગાઉ દિલ્હીની અદાલતે મનીષ સિસોદિયા અને અન્ય ત્રણ સામે સીબીઆઈની પૂરક ચાર્જશીટ પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ચાર્જશીટમાં સિસોદિયા ઉપરાંત અર્જુન પાંડે, બૂચી બાબુ ગોરંતલા અને અમનદીપ ધલનું નામ પણ છે. સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલે તેને 27 મેના રોજ આદેશની જાહેરાત માટે સૂચિબદ્ધ કર્યો છે.
આ સહીત ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાને આરોપ મૂક્યો, “મોદી ખૂબ જ ઘમંડી બની ગયા છે.” દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021 ના રોજ એક્સાઇઝ નીતિ લાગુ કરી હતી, પરંતુ ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે સપ્ટેમ્બર 2022 ના એન્ડમાં તેને રદ કરી દીધી હતી. આ મામલે સીબીઆઈ અને ઈડી બંને દ્વારા નોંધાયેલા કેસોમાં સિસોદિયા આરોપી ઠહેરાવાયા છે.