- સંજય રાઉતની મુશ્કેલીઓ વધી
- કોર્ટે 5 સપ્ટેમ્બર સુધી કસ્ટડી વધારાઈ
દિલ્હીઃ- શિવસેનાના નેતા સંજય રાઉત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં જોવા મળે છે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડમાં ફરી એકવાર તેમની મુશ્કેલીઓ વધી છે. જાણકારી પ્રમાણે વિશેષ પીએમએલએ કોર્ટે તેની ન્યાયિક કસ્ટડી 5 સપ્ટેમ્બર સુધી લંબાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે સંજય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા અટકાયત કરવામાં આવી હતી.સંજય રાઉતના ઘરે વહેલી સવારે જ ઈડી દ્રારા દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.અને એજ દિવસની રાતે તેઓની ધરપકડ કરાઈ હતી. દરોડા દરમિયાન 11.5 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આ અગાઉ 4 ઓગસ્ટ સુધી સંજય રાઉત ઈડીની કસ્ટડીમાં મોકલાયા ત્યાર બાદ ફરીથી 8 ઓગસ્ટ સુધી ત્યાર બાદ 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. જો કે હાલ પણ તેઓને રાહત મળી નથી.
હવે કોર્ટે રાઉતની 5 સપ્ટેમ્બર સુધી કસ્ટડી વધારી છે.સંજય રાઉતને હાલ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે.કોર્ટે રાઉતને ઘરનું ભોજન અને દવાઓ લેવાની છૂટ આપી છે. એટલે કે વધુ 5 સપ્ટેમ્બર સુધી રાઉતે જેલમાં રહેવું પડશે.