- દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને કોર્ટનો ફટકો
- CBI કોર્ટે ફગાવી જામીન અરજી
દિલ્હીઃ- દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન છેલ્લા ઘણા સમયથી સીબીઆઈની કસ્ટડીમાં છે. મની લોન્ડરિંગ મામલે તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે ,જો કે આજે પણ આ કેસમાં તેમને કોર્ટ રાહત નથી આપી તેમની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે
ઉલ્લેખનીય છે કે, 57 વર્ષીય સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ EDએ તેની સાથે જોડાયેલા લોકોના સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, EDએ આશરે રૂ. 2.85 કરોડની અઘોષિત સંપત્તિ અને 133 સોનાના સિક્કાઓ રિકવર કરવાનો દાવો કર્યો હતો.ત્યારથી તેમનો સંઘર્ષ શરુ થયો જે આજ દિન સુધી ચાલી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 30 મેના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. જામીન અરજી પર સુનાવણી કર્યા બાદ દિલ્હી કોર્ટે શનિવારે બપોરે ચુકાદો આપ્યો હતો. કોર્ટે સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી છે. સત્યેન્દ્ર જૈન હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે અને તિહાર જેલમાં બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે હવે કોર્ટના આ નિર્ણયથી હજી પણ તેઓ જેલની બહાર આવી શકશે નહી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 14મી જૂને તેની જામીન અરજી પર સુનાવણી કરાઈ હતી બાદમાં કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે જામીન પરના ચુકાદાના એક દિવસ પહેલા શુક્રવારે, EDએ સત્યેન્દ્ર જૈન અને તેના સહયોગીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઘણી જગ્યાઓ પર દરોડા પણ પાડ્યા હતા.આમ એક પછી એક મંત્રી સત્યેન્દ્ર જૈન પર ઈડીના સંકજાઓ કસતા જોવા મળી રહ્યા છે આ સાથે જ કોર્ટે પન જામીન ફગાવતા તેઓની જેલની બહાર આવવાની હાલ તો કોઈ આશા નથી.