Site icon Revoi.in

ઓનલાઈન રમી ગેમ પર કેરલ સરકારના પ્રતિબંધના નિર્ણયને કોર્ટે  ફગાવ્યો – કહ્યું, તે પણ એક કૌશલ્ય છે

Social Share

દિલ્હીઃ ઓનલાઈન રમી ગેમની ખૂબ બોલબાલા જોવા મળે છે, આજકાલના યુનાવો પૈસા કમાવાની હોળમાં આ ગેમ રમતા જોવા મળી રહ્યા છે, ત્યારે કેરલ સરકારે આ ગેમને જૂગાર ગણીને તેના પર પર્તિબંધ લગાવવા માટેનો નિર્ણય લીધો હતો.

આ બાબતને લઈને હવે કેરળ હાઈકોર્ટે સોમવારે ઓનલાઈન રમી પર પ્રતિબંધ લગાવવાના રાજ્ય સરકારના નિર્ણયને ફગાવ્યો છે. કોર્ટે તેને કૌશલ્યની રમત ગણાવી હતી અને એ પણ કહ્યું કે રમતને જુગાર તરીકે ગણવામાં આવશે નહીં, જરમીને જૂગાર ગણવાનો રાજ્યના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.જો કે કોર્ટે આ વાતનો સ્વીકાર કર્યો નથી અને ગેમ રમવા માટે છૂટ આપી છે.

ન્યાયમુર્તિ ટી આર રવિની સિંગલ બેંચે કેરળ સરકારના નિર્ણયને મનમાનીતો અને ગેરબંધારણીય ગણાવ્યો હતો. કોર્ટે ઓનલાઈન રમી પર પ્રતિબંધ લગાવતી રાજ્ય સરકારની સૂચના સામે અનેક ઓનલાઈન ગેમિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર આ આદેશ પસાર કર્યો હતો.

રાજ્ય સરકારનું માનવું હતું કે સટ્ટાબાજી માટે રમાતી ઓનલાઈન રમી જુગાર સમાન છે અને આ રીતે તે પ્રતિબંધિત પણ છે. ગેમિંગ કંપનીઓએ દલીલ કરી છે કે જ્યારે કાર્ડ રમતોના  પ્રત્યેક્ષ સ્વરૂપને મંજૂરી આપવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં ઓનલાઈન રમી રમવા પર પ્રતિબંધ મૂકવો મનસ્વી છે.