- કેરળમાં 28 વર્ષ બાદ આ કેસનો ચૂકાદો આવ્યો
- કોર્ટ એ સિસ્ટર અભયાના આરોપીઓને આજીવન કેદ સંભળાવી
- હત્યાનો હતો સમગ્ર મામલો
- વર્ષ 1992માં અભયાનો મૃતહેદ કુવામાંથી મળી આવ્યો હતો
દિલ્હીઃ-કેરળના તિરુવનંતપુરમની સીબીઆઈ કોર્ટે 1992 માં 19 વર્ષીય સિસ્ટર અભયની હત્યામાં કેથોલિક પાદરી થોમસ કોટ્ટૂર અને સિસ્ટર સેફીને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે મંગળવારના રોજ સિસ્ટર અભાયાની હત્યાના કેસમાં કેથોલિક પાદરીઓ અને સાધ્વીઓને દોષી કરાર આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1992 સિસ્ટર અભયાનો મૃતદેહ કોટ્ટાયમમાં એક કોન્વેન્ટની કૂવામાંથી મળી આવ્યો હતો. કોર્ટે કહ્યું કે ફાધર થોમસ કોટ્ટૂર અને સિસ્ટર સેફી સામે હત્યાનો આરોપ સાબિત થાય છે.હાલ બંને ન્યાયિક કસ્ટડીમાં છે. આ કેસનો અન્ય આરોપી ફાધર ફુથરકયલ કેટલાક સબતુતોના અભાવના કારણે નિર્દોષ સાબિત થયોછે.
28 વર્ષ બાદ મળ્યો ન્યાય
યુના નનના સેંટ પિયુષ કોન્વેન્ટ કુવામાંથી મૃતદેહ મળ્યા બાદ 28 વર્ષ જેટલા સમયગાળા પછી કોર્ટે આ અંગે ચૂકાદો આપ્યો છે, અભાયાના માતા-પિતાનું થોડા વર્ષો પહેલા નિધન થયું હતું. તેમની પુત્રીને ન્યાય મળે તેની રાહ જોતા જોતા જ તેઓ આ દુનિયામાંથી અલવિદા કહી ગયા ગતા, સીબીઆઈ તપાસ પહેલા સ્થાનિક પોલીસ અને ત્યારબાદ ક્રાઇમ બ્રાંચે આ કેસની તપાસ કરી હતી અને કહ્યું હતું કે તે આત્મહત્યાનો કેસ છે.જો કે છેવટે આ કેસ હત્યાનો નિકળ્યો હતો ,
શા માટે અભયાની હત્યા કરવામાં આવી હતી
કોરળના આ સમગ્ર કેસ મામલે સીબીઆઈ દ્રારા વર્ષ 2008 તપાસ શરુ કરવામાં આવી હતી, આ પહેલા પણ ગયા વર્ષે દરમિયાન આ કેસમાં સુનાવણી 26 ઓગસ્ટથી શરૂ કરાઈ હતી, આ સુનાવણી વખતે કેટલાક ગવાહઓ પોતાના બયાન પર કાયમ રહ્યા ન હતો. ફરિયાદી કાર્યવાહી મુજબ, અભયા પર કુહાડીના હાથા વડેથ હુમલો કરવામાં આવ્યો હતો આ હત્યા પાછળનું કારણ એ હતું કે,આ ત્રેણેય આરોપીઓના કેટલાક ગુનાહો બાબતે અભયાને જાણ થઈ હતી, જેના કારણે સબુતોને નષ્ટ કરવા માટે આરોપીઓ એ અભયાનું મો કાયમ માટે હત્યા કરીને બંધ કરી દીઘું હતું
સાહિન-