અમદાવાદઃ રાજ્યમાં 45થી વધુ ઉંમરના લોકોને કોવિશિલ્ડ વેક્સિન મુકવામાં આવે છે. ત્યાર બાદ 18 વર્ષછી વધુ વયના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ કરતા અને વેક્સિન લેવા માટે ધસારો થતા સરકારે 18થી 44 વયજૂથના લોકોને હવે કોવેક્સિન આપવામાં આવશે. જોકે વ્યક્તિએ જે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તેણે તે મુજબ બીજો ડોઝ લેવાનો રહેશે એટલે કે જેમણે પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ લીધી હશે તેમણે બીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે. જેમણે પ્રથમ ડોઝમાં કોવેક્સિન તેમણે બીજો ડોઝ કોવેક્સિનનો જ લેવાનો રહેશે તેમ આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોવિશિલ્ડ વેક્સિનમાં 70 ટકા એફિશિયન્સિ હતી જ્યારે કોવેક્સિનમાં 78 ટકા એફિશિયન્સિ છે. અમદાવાદમાં કોવિશિલ્ડના 12 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે કોવિશિલ્ડની આડઅસર પણ ઓછી જોવા મળી છે. રવિવારે પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45 વર્ષ ઉપરના લોકો માટે ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન આપવામાં આવી હતી. જ્યારે અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિ. હોસ્પિટલોમાં રવિવારે રસીકરણ કાર્યક્રમ બંધ રખાયો હતો. હવે 18 વર્ષથી વધુ વયના લોકોને પ્રથમ ડોઝ કોવેક્સિનનો અપાશે જ્યારે 45 વર્ષથી વધુ વયના લોકોને કોવિશિલ્ડ વેક્સિનનો ડોઝ અપાશે. જોકે જેમણે પ્રથમ ડોઝમાં કોવિશિલ્ડ લીધી હશે તેમણે બીજો ડોઝ પણ કોવિશિલ્ડનો જ લેવાનો રહેશે. જેમણે પ્રથમ ડોઝમાં કોવેક્સિન તેમણે બીજો ડોઝ કોવેક્સિનનો જ લેવાનો રહેશે.