1. Home
  2. ગુજરાતી
  3. કોવિડ 19 : 5 ભારતીય શહેરોથી અબુ ધાબી માટે ફ્લાઇટ્સ આજથી શરૂ, એતિહાદ એરવેઝે શેડ્યુલ જારી કર્યું
કોવિડ 19 : 5 ભારતીય શહેરોથી અબુ ધાબી માટે ફ્લાઇટ્સ આજથી શરૂ, એતિહાદ એરવેઝે શેડ્યુલ જારી કર્યું

કોવિડ 19 : 5 ભારતીય શહેરોથી અબુ ધાબી માટે ફ્લાઇટ્સ આજથી શરૂ, એતિહાદ એરવેઝે શેડ્યુલ જારી કર્યું

0
Social Share
  • પ્રવાસીઓ માટે સારા સમાચાર
  • અબુ ધાબી માટે ફ્લાઇટ્સ શરૂ
  • એતિહાદ એરવેઝે શેડ્યુલ કર્યું જારી

દિલ્હી :આ મહિને યુએઈ જવાની યોજના બનાવી રહેલા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે.અરબ રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ અબુ ધાબીની નેશનલ કેરિયર ઇતિહાદ એરવેઝે શુક્રવારે ભારત-સંયુક્ત અરબ અમીરાતની ફ્લાઇટનું સમયપત્રક જાહેર કર્યું છે.એતિહાદ એરવેઝે કહ્યું કે,તે 7 ઓગસ્ટથી પાંચ ભારતીય શહેરોથી ફ્લાઇટ્સનું સંચાલન કરશે. જાહેરાત મુજબ, એતિહાદ ચેન્નઈ, કોચી, બેંગલુરુ, ત્રિવેન્દ્રમ અને નવી દિલ્હીથી 7 થી 9 ઓગસ્ટ વચ્ચે સેવાઓ ચલાવશે.

આ ઉપરાંત એરવેઝે એમ પણ કહ્યું કે, 10 ઓગસ્ટથી તે યુએઈની મુસાફરી માટે ત્રણ વધારાના શહેરો (અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઈ) થી ફ્લાઇટ્સ શરૂ કરશે. માર્ગદર્શિકા મુજબ, એરલાઇન્સે કહ્યું કે મુસાફરોએ ફ્લાઇટના પ્રસ્થાનના સમયથી 48 કલાકની અંદર કરવામાં આવેલ આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ લઇ જવો પડશે. પરીક્ષણ મંજૂર થયેલ સિટી લેબમાં થવું જોઈએ. આ સાથે રિપોર્ટમાં QR કોડ પણ હોવો જોઈએ.

ભારતમાં શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, એક દિવસમાં 44,643 નવા કેસો આવવાના કારણે સંક્રમણના કેસોની કુલ સંખ્યા 3,18,56,757 પર પહોંચી ગઈ છે, જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો જોવા મળ્યો છે. વધુ 464 લોકોના મોતને કારણે મૃત્યુઆંક વધીને 4,26,754 થયો છે. એક્ટિવ દર્દીઓની સંખ્યા સંક્રમણના કુલ કેસોના 1.30 ટકા છે. કોવિડ -19 નો રિકવરી રેટ 97.36 ટકા છે. કોવિડ -19 માટે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં છેલ્લા 24 કલાકમાં 3,083 નો વધારો થયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code