- માલદિવ્સને પણ કોરોનાવાયરસના સંક્રમણની ચીંતા
- કર્ફ્યુના નિયમોને વધારે કડક બનાવ્યા
- ભારતીય પ્રવાસીઓ પર થોડો સમય માટે પ્રતિબંધ
દિલ્લી: માલદિવ્સમાં હાલના ધોરણે સૌથી વધુ ઝડપથી કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. ત્યાંની સરકાર દ્વારા કોરોનાની સ્પીડને ઓછી કરવા માટે કર્ફ્યુના નિયમોને કડક કર્યા છે. માલદિવ્સમાં હાલ રોજ સાંજના 4 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.
ધ ઈન્ડિયન આર્કિપેલાગોના હેલ્થ પ્રોટેક્શન એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું કે માલદિવ્સની સરકાર દ્વારા ભારત સહિત અન્ય સાઉથ એશિયન દેશોના પ્રવાસીઓના વિઝાની પ્રક્રિયાને પણ 13 મે થી રોકી દેવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગત અઠવાડિયે જે કર્ફ્યુને લાગુ કરવામાં આવ્યું હતુ જેમાં રાતે 9 વાગે બધુ બંધ કરવામાં આવતુ હતુ, તેમાં હવે નવા પ્રતિબંધોને પણ લાગુ કરવામાં આવ્યા છે. હવેથી માલદિવ્સમાં ટોળામાં થતી પ્રાથના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, સાથે સાથે જે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને ક્લાસમાં ભણાવવામાં આવતા હતા તેને પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સોમવારના દિવસે માલદિવ્સમાં એક લાખ વ્યક્તિએ સૌથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે, જેના કારણે એક્ટિવ કેસનો આંકડો 4978થી વધીને 11629 પર પહોંચી ગયો છે. માલદિવ્સમાં 36.6 ટકા લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે.