કોવિડ-19 રસીકરણઃ દેશમાં 2022માં કોરોનામાં જેટલા મૃત્યુ થયા તેમાંથી 92 ટકા લોકોએ રસી લીધી ન હતી
નવી દિલ્હીઃ ભારતમાં વર્ષ 2022માં કોરોનાને કારણે જેટલા મોત થયાં તેમાંથી 92 ટકા લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલએ કહ્યું કે, કોરોના રસીકરણ અભિયાનને કારણે લોકોની સુરક્ષા કરી શકાઈ છે. તેમજ રસીકરણના કારણે જ કોરોનાના કેસનું સંક્રમણ વધતું અટકાવવામાં આવ્યું છે.
ભારતીય આયુવિજ્ઞાન અનુસંધાન પરિષદના મહાનિદેશક ડો. બલરામ ભાર્ગવએ કહ્યું કે, કોવિડના રસીકરણને પગલે કોવિડ સામે 98.9 ટકા અસરકારક છે. જો બંને ડોઝ લીધો હોય તો તેની અસર 99.3 ટકા જેટલી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 77 હજાર છે. 24 કલાકમાં છ હજાર જેટલા કેસ સામે આવ્યાં છે. ભારતમાં કોવિડમાં મૃત્યુકરમાં ઘટાડો થયો છે. 2થી 8 ફેબ્રુઆરી દરમિયાન સરેરાશ 615 જેટલા મોત થયાં હતા. છેલ્લા અઠવાડિયામાં 144 કેસ સામે આવ્યાં છે. આમ મૃત્યુદરમાં 76.60 ટકા ઘટ્યો છે. કેરળ, મહારાષ્ટ્રા અને મિજોરમમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. ગયા વર્ષે બીજી લહેરમાં 49 દિવસની આસપાસ પીક ઉપર છે અને 68 દિવસમાં કેસ ઘટી રહ્યાં છે. આ વર્ષે ત્રીજી લહેરમાં ઓમિક્રોનનું પીક 18 દિવસમાં નોંધાયું હતું. 24 દિવસમાં જ કેસ ઘટવા લાગ્યાં હતા. સરકારે કહ્યું કેસ સંઘર્ષ પ્રભાવિત યુક્રેનથી ભારતમાં પરત ફરી રહેલા વિદ્યાર્થીઓને પણ કોવિડની રસીથી સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે.