ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ જાય છે. કોરોનાને કાબુમાં લેવા તંત્ર માટે પણ એક પડકાર ઊભો થયો છે. ત્યારે જ્યાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, એવા અમદાવાદમાં કોવિડ સેન્ટરો પર શિક્ષકોને ફરજ સોંપવામાં આવી રહી છે. શહેરની સિવિલ અને મંજુશ્રી હોસ્પિટલમાં સિક્ષકોને ડ્યુટી સોંપવામાં આવી છે.આ બન્ને હોસ્પટલોમાં શહેરના શિક્ષકો હેલ્પ ડેસ્ક પર કામ કરી રહ્યા છે. શિક્ષકોને દર્દીઓના સગાને માહિતી, કાઉન્સલિંગનું કામ તંત્ર દ્વારા સોપાયું છે. દર્દીઓના ટેટ્સની જાણકારી પણ શિક્ષકો આપશે. હાલની પરિસ્થિતિને પહોંચી વળવા માટે શિક્ષકો સતત 10 દિવસ સુધી રજા લીધા વગર ડયૂટી કરશે. શિક્ષકો ત્રણ શિફ્ટમાં હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. કપરા સમયમાં શિક્ષકો ફરી એક વખત સંકટ મોચક બન્યા છે. હાલ રાજ્યની સ્થિતિ ખુબ જ કપરી છે. ત્યારે સ્ટાફની અછત થતા અમદાવાદના શિક્ષકોને મેદાને ઉતારવામાં આવ્યા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ અને મંજુશ્રી હોસ્પિટલમાં શિક્ષકોને ડ્યૂટી સોંપવામાં આવી છે. આ બે હોસ્પિટલમાં શિક્ષકો હેલ્પ ડેસ્ક પર કામ કરી રહ્યા છે. COVIDના દર્દીના સગાસંબંધીને માહિતી મળી રહે તે માટે કાઉંન્સલિંગની જવાબદારી પણ શિક્ષકોને શિરે નાંખવામાં આવી છે. અમદાવાદના 200 શિક્ષકો અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના 10 અધિકારીઓને પણ કોવિડની ડ્યુટી સોંપવામાં આવી છે. COVID 19ના દર્દીઓ સાથે પરિવારજનોની વાતચીત કરાવવાનું તેમજ સગાઓએ આપેલી ચીજ-વસ્તુઓ દર્દીઓ સુધી પહોંચાડવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યુ છે. દર્દીની સ્થિતિ કેવી તેની જાણકારી પણ શિક્ષકોને અપાશે. તેઓ આ બે હોસ્પિટલોમાં ત્રણ શિફ્ટમાં કામ કરી રહયા છે. સતત 10 દિવસ સુધી રજા લીધા વગર તેઓ પોતાની જવાબદારી નિભાવશે.