Site icon Revoi.in

કોરોનાના દર્દીઓ ઘટતા સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ કરાયેલી કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ

Social Share

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ૨૯ એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલ માત્ર ૧૫ જ દિવસમાં બધં કરી દેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ૫૦ બેડથી કરવામાં આવેલી આ હોસ્પિટલ ૪૦૦ બેડ સુધી એકસટેન્ડ કરવામાં આવનાર હતી. જો કે ધીરે ધીરે દર્દીઓ ઘટતાં આજે માત્ર ૧૧ દર્દીઓ જ દાખલ હતાં. તે તમામને સવારે સમરસ હોસ્ટેલમાં રિફર કરી દઈને આ હોસ્પિટલ બધં કરી દેવામાં આવી છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં  કોરોનાની બીજી લહેરમાં કેસમાં વધારો થતાં શહેરની તમામ હોસ્પિટલો હાઉસ ફુલ થઈ ગઈ હતી. આથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ૪૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવાની જિલ્લા કલેકટર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે ૫૦થી શરૂ કરીને બેડની ક્ષમતા ૧૦૦ સુધીની કરવામાં આવી હતી. દર્દીઓના ઘસારાને ધ્યાને લઈને ૪૦૦ બેડ સુધીની હોસ્પિટલ શરૂ કરવામાં આવનાર હતી. જો કે ૧૫ દિવસની તૈયારી સાથે શરૂ થયેલી આ હોસ્પિટલ ૧૬માં જ દિવસે બધં કરી દેવામાં આવી છે.

યુનિવર્સિટી કોવિડ ૧૯ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે શુક્રવારે સવારે માંડ ૧૧ દર્દીઓ હતાં. તે તમામને સવારે જ સમરસ હોસ્ટેલ ખાતે રિફર કરી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ મ્યુકરમાયકોસિસના દર્દીઓ વધતાં અહીંના સ્ટાફને સિવિલ હોસ્પિટલ સહિતની જગ્યાએ મૂકી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં કોવિડ ૧૯ હોસ્પિટલ શ કરવા માટે ઓકિસજનની પાઈપલાઈન નાંખવાથી લઈને સ્ટાફની નિમણૂંક સહિતની તમામ કામગીરીઓ ઝપાટાભેર આટોપી લેવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા  અંદાજે સાત લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. યારે અન્ય ખર્ચ તત્રં દ્વારા કરવામાં આવ્યો હતો.