દેશમાં આર્મી હોસ્પિટલોમાં હવે કોવિડના દર્દીઓની થશે સારવાર
દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારતીય રેલવે દ્વારા પણ ટ્રેનના કોચમાં આઈસોલેશનની વ્યવસ્થા ગોઠવી છે. દરમિયાન દેશની તમામ આર્મી હોસ્પિટલોને સામાન્ય દર્દીઓ માટે ખુલ્લી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં કોવિડ ઉપરાંત અન્ય બીમારીની પણ સારવાર કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંઙે આર્મીના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં દેશભરની આર્મી હોસ્પીટલોને પણ સામાન્ય લોકોના કોરોના સહિતના દર્દીઓની સારવાર માટે ખુલ્લી કરવા નિર્ણય લીધો છે અને આર્મી હોસ્પીટલોમાં ખાસ વોર્ડ ઉભા કરશે. જે જે રાજય સરકારની માંગણી આવે તેના પછી આર્મીની આવશ્યકતાને ધ્યાનમાં લઈને સિવિલિયનની સારવાર માટે હોસ્પીટલો ખુલ્લી કરવા માટે જણાવ્યું છે. જો કે આર્મીના તબીબો અને પેરામેડીકલ સ્ટાફ જ કરશે.