Site icon Revoi.in

કોવિશિલ્ડ અને કોવેક્સિન લેનારા લોકો પણ કોર્બોવેક્સ વેક્સિનનો સાવચેતીનો ડોઝ લઈ શકશે

Social Share

દિલ્હીઃ- કોરોના વિરોધી રસીકરણ ઝડપી બન્યું છે ત્યારે વેક્સિનના બન્ને ડોઝ બાદ હવે વયસ્કો અને વૃદ્ધોને સાવચેતીના ડોઝ આપવાનું શરુ કરાયું છે ત્યારે હવે  જે લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનો નિયમિત ડોઝ લીધો છે તેમને પણ કોર્બોવેક્સનો  પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપવામાં આવી છે. આ ડોઝ 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આપવામાં આવે છે, જેમણે નવ મહિના પહેલા બીજો ડોઝ લીધો છે.

જાણકારી પ્રમાણે  જે લોકોએ પહેલો અને બીજો ડોઝ  અત્યાર સુધીમાં મેળવ્યો હતો તેઓ એ જ રસીનો પ્રિકોશન ડોઝ લઈ શકતા હતા, એટલે કે કોવિશિલ્ડ વાળા પ્રિકોશન ડોઝ તરીકે એજ વેક્સિનનો ડોઝ લઈ શકતા,જ્યારે કોવેક્સિન લીધેલા લોકોએ પ્રિકોશન માટે  કોવેક્સિનનો જ સાવચેતીનો ડોઝ લેવો પડતો હતો જો કે હવે તેઓ કોર્બેવેક્સનો વિજિલન્સ ડોઝ પણ મેળવી શકશે.

ત્યારે હવે  આ પરવાનગી મળતાં જ તકેદારીના ડોઝનો ટાર્ગેટ પૂરો થવાની આશા વધી ગઈ છે. ગોરખપુરમાં 30 લાખથી વધુ લોકો આ ડોઝ મેળવવા માટે પાત્ર છે. આમાં 4.97 લાખ લોકોની ઉંમર 60 વર્ષથી વધુ છે. બાકીની ઉંમર 18 થી 59 વર્ષની વચ્ચે છે.

60થી ઉપરના લોકોને ફ્રીમાં ડોઝ અપાશે જ્યારે બાકીના લોકોએ ખાનગી હોસ્પિટલોમાં ફી ભરીને આ ડોઝ મેળવવો પડે છે. આ જ નિયમ કોર્બોવેક્સ વેક્સિન માટે પણ આજ નિયમ લાગુ પડશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને તે મફતમાં મળશે, અન્ય લોકોએ ફી ચૂકવવી પડશે.