Site icon Revoi.in

કોરોનાના બૂસ્ટર ડોઝમાં Covovax નો પણ થશે સમાવેશ – સરકારી સમિતિએ માર્કેટમાં લોન્ચ કરવાની કરી ભલામણ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યારથી કોરોના મહામારી શરુ થઈ ત્યારથી કોરોના વિરોધી રસીએ મહત્વનો ભાગ ભજવ્યો છે ત્યાર બાદ બુસ્ટર ડોઝ પણ શરુ કરવામાં અવોય હતો જેમાં અનેક રસીને સ્થાન મળ્યું ત્યારે હવે બુસ્ટર જોઢમાં કોવાવેક્સ પણ સામેલ થવાની તૈયારીમાં છે

દેશની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ મહત્વપૂર્ણ નિર્ણય લેતા, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની એન્ટિ-કોવિડ રસી કોવોવેક્સને બજારમાં લોન્ચ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ બૂસ્ટર ડોઝ છે જે ફક્ત પુખ્ત વયના લોકો માટે જ આપવામાં આવે છે જેઓ કોવિશિલ્ડ અથવા કોવેક્સિન બંને ડોઝ લે છે.

આ બાબતને લઈને વિતેલા દિવસને ગુરુવારના રોજ  માહિતી આપતાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારી અને નિયમનકારી બાબતો ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંહે તાજેતરમાં ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને કેટલાક દેશોમાં કોવિડ-19 રોગચાળાના વધતા કેસોને લઈને પત્ર લખ્યો હતો. આને ધ્યાનમાં રાખીને, 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝના રૂપમાં કોવેક્સ રસી માટે મંજૂરીની માંગ કરવામાં આવી હતી.