Site icon Revoi.in

CPI-M નેતા સીતારામ યેચુરીનું નિધન, 72 વર્ષની વયે AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

Social Share

નવી દિલ્હીઃ સીપીઆઈ-એમના મહાસચિવ અને પૂર્વ રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરીનું નિધન થયું છે. યેચુરી 72 વર્ષની ઉંમરના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. સીતારામ યેચુરીને દિલ્હી એઈમ્સના આઈસીયુમાં દાખલ હતા, અહીં તેમને શ્વસન તંત્રમાં સંક્રમણની સારવાર ચાલતી હતી. યેચુરી છેલ્લા કેટલાક દિવસોથી રેસ્પિરેટરી સપોર્ટ ઉપર હતા. તબીબોની એક ટીમ તેમની સારવાર કરતી હતી. યેચુરીએ વર્ષ 2015માં પ્રકાશ કરાતની જગ્યાએ સીપીએમ મહાસચિવનું પદ સંભાળ્યું હતું. રાહુલ ગાંધી અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સહિતના મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.

સીતારામ યેચુરીને 19મી ઓગસ્ટના રોજ એઈમ્સ નવી દિલ્હીમાં ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. તેમણે નિમોનિયા અને ચેટ ઈન્ફેક્શનની ફરિયાદ કરી હતી. જે બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતા. યેચુરીએ 1974માં સ્ટૂડેંટ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથે જોડાઈની વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ્યા હતા. જે બાદ તેઓ સીપીઆઈ-એમના સભ્ય બન્યાં હતા. ઈમરજન્સી દરમિયાન યેચુરીને ઝડપી લઈને જેલમાં ધકેલી દીધા હતા. સીતારામ યેચુરીના નિધન પર રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, સીતારામ યેચુરી દોસ્ત હતા, તેમને ભારતની ઉંડી સમજ હતી. તેઓ ભારતની વિચારધારાના રક્ષક હતા. તેમની સાથે લાંબી વાતચીતને મુસ કરીશ. તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી સંવેદનાઓ..