નવી દિલ્હીઃ મુસ્લિમોનો પવિત્ર રમઝાન મહિનો શરૂ થયો છે. બીજી તરફ સાઉદી અરેબિયામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડનો દોર શરુ કરવામાં આવ્યો છે. સાઉદી અરબ પોલીસે 23 હજારથી વધુ લોકોની ધરપકડ કરી છે. દેશના ગૃહ મંત્રાલયે કહ્યું કે, સાઉદી અરેબિયામાં 59,721 લોકો ઘૂસણખોરી કરી રહે છે. જેમાંથી 23,040 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અભિયાનમાં 4,690 મહિલાઓ પણ ઝડપાઈ છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 12,951 લોકોએ દેશની રેસિડેન્સી સિસ્ટમનું ઉલ્લંઘન કર્યું હતું, 6,592 લોકોએ સરહદ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું અને 3,497 લોકોએ શ્રમ કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. સાઉદી અરેબિયાના એક અખબાર અનુસાર, વર્ષ 2021 પછી ઘૂસણખોરોનો આ આંકડો રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે. વર્ષ 2021માં કુલ 19,812 ઘૂસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી.
સાઉદી અરેબિયાના મંત્રાલયે કહ્યું કે, જે લોકો ઘૂસણખોરોને મદદ, આશ્રય અથવા સુવિધાઓ પ્રદાન કરે છે તેમને 15 વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે. હાલમાં ચાંદ દેખાતા સાઉદી અરેબિયામાં રમઝાનના રોજા શરૂ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમામ દેશો ઘૂસણખોરોથી પરેશાન છે, તે જ કેટલાક ઘૂસણખોરો સાઉદી અરેબિયામાં પણ રહે છે. કેટલાક લોકો આવા લોકોને મદદ પણ કરે છે, જેના કારણે ગેરકાયદે રહેતા લોકોને સુવિધાઓ મળે છે.
એવું કહેવાય છે કે, આ ઘૂસણખોરોમાં મોટા ભાગના એવા લોકો છે જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે અને છતાં તેઓ દેશમાં રહી રહ્યા છે. કેટલાક લોકો એવા છે જે પ્રવાસી વિઝા પર દેશમાં પ્રવેશ કર્યો હતો અને દેશમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે તેમની સંખ્યા વધી હતી.