Site icon Revoi.in

સુરત અને વડોદરામાં આઈએસઆઈ માર્ક વિનાના રમકડાં વેચતા વેપારીઓ સામે તવાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં માર્કા વિનાના રમકડાંના વેચાણ સામે ભારતીય માનક બ્યુરો સામે લાલઆંખ કરી છે. તેમજ આવા રમકડાનો વેપાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન આજે વડોદરા અને સુરતમાં 3 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન સ્ટાન્ડર્ડ માર્ક વિનાના રમકડાનો જથ્થો જપ્ત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓ દ્વારા વિના આઈએસએઆઈ (ISI) માર્કવાળા રમકડાં વેચવાની માહિતીના આધારે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ ર્ક વગરના 365 રમકડાઓ જપ્ત કરવામાં આવ્યા. આ અંગે ભારતીય માનક બ્યુરો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરતના મજુરા વિસ્તારમાં આવેલી રમકડાંની એક દુકાનમાં પણ ભારતીય માનક બ્યૂરોના અધિકારીઓએ દરોડા પાડ્યાં હતા. માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાંનું વેચાણ કરાતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. દરોડા દરમિયાન વેપારી પાસેથી ISI માર્ક વગરના રમકડાં વધારે માત્રામાં મળી આવ્યા હતા.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ના ઓર્ડર નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016 ના અનુચ્છેદ 17 ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ 2,00,00/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.