Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં કડાકોઃ BSEમાં 1062 પોઈન્ટ અને NSEમાં 345 અંકનો ઘટાડો

Social Share

મુંબઈઃ ભારે વેચવાલીને પગલે ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો નોંધાયો છે. જેને પગલે મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 1 હજાર 62 આંકના ઘટાડા સાથે 72 હજાર 404 આંક પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 345 અંકની ઘટ સાથે 22 હજારની સપાટીથી નીચે સરક્યો છે. BSE ઓટો ઇન્ડેક્સ સિવાયના તમામ શેર્સમાં આજે વેચવાલી જોવા મળી હતી. 

કોમોડિટી માર્કેટની વાત કરીએ તો, અખાત્રીજના એક દિવસ પહેલા સોનાના ભાવમાં આજે નજીવો વધારો જોવા મળી રહ્યો છે. MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ  71 હજાર 45 રૂપિયા બોલાઇ રહ્યો છે. તો ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 475 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. આ તરફ બજારમાં વેચવાલી હોવા છતાં ડોલર સામે રૂપિયો 1 પૈસા મજબૂત રહેતા 83.51ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.