Site icon Revoi.in

ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (CGTMSE)એ નવી ઊંચાઈ હાંસલ કરી

Social Share

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (સીજીટીએમએસઈ)એ વર્ષ 2022-23માં રૂ. 1.04 લાખ કરોડનાં આંકડાની સરખામણીમાં રૂ. 1.50 લાખ કરોડનાં મૂલ્યની ખાતરીપૂર્વકની રકમને પાર કરવાની મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં 50 ટકાનો ધરખમ વધારો થયો છે. આ સિમાચિહ્ન સિડબી, એમએસએમઇ મંત્રાલય અને સીજીટીએમએસઈ દ્વારા સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો (એમએસઇ)ને કોલેટરલ ફ્રી ધિરાણની સુવિધા પ્રદાન કરવા માટે હાથ ધરવામાં આવેલી વિવિધ વ્યૂહાત્મક પહેલોનું પરિણામ છે.

સીજીટીએમએસઇની સ્થાપના વર્ષ 2000માં મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસ(એમએસએમઇ) અને સિડબી સભ્ય ધિરાણ સંસ્થાઓને એમએસઇને તેમના દ્વારા મંજૂર કરવામાં આવેલી ધિરાણ સુવિધાઓ માટે ક્રેડિટ ગેરંટી સપોર્ટ પ્રદાન કરશે, ખાસ કરીને કોલેટરલની ગેરહાજરીમાં.

ધિરાણકર્તાઓ દ્વારા ગેરન્ટી મિકેનિઝમનો વ્યાપક સ્વીકાર સીજીટીએમએસઈ દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોને કારણે થયો છે, જેમ કે ગેરંટી ફીમાં ઘટાડો, ગેરંટી માટે લોનની પાત્રતા મર્યાદામાં વધારો, દાવાની પતાવટ માટેની પૂર્વ-શરતમાં છૂટછાટ, ધિરાણકર્તાઓ દ્વારા “વ્યવસાય કરવામાં સરળતા” તરફ દોરી જતી કામગીરીના એન્ડ-ટુ-એન્ડ ડિજિટાઇઝેશન વગેરે. ક્રેડિટ એન્હાન્સમેન્ટ ટૂલ તરીકે ગેરંટીનો સતત વધતો જતો ઉપયોગ દેશમાં ઉદ્યોગસાહસિકતાના ભવિષ્ય માટે આશાવાદ પેદા કરે છે, જે કોલેટરલ-ફ્રી ધિરાણને પ્રોત્સાહન આપે છે.