ઓલિમ્પિકમાં હવે જોવા મળી શકે છે ક્રિકેટ, ICC એ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાના પ્રયત્નો કર્યા શરુ
- ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશકરવાની આઈસીસીની તૈયારી
- જો પ્રયત્ન સફળ થશે તો ઓલિમ્પિકમાં જોવા મળી શકે છે ક્રિકેટ
દિલ્હીઃ તાજેતરમાં સમગ્ર વિશ્વભરમાં ઓલિમ્પિકની ચર્ચાઓ જોવા મળી રહી છે, ઓલિમ્પિક પત્યા બાદ જે તે દેશના વિજેતાઓને પોતાના દેશમાં સમ્માનિત કરવામાં આવી રહ્યા છે, ભારતમાં પણ બે દિવસથી જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, વિતેલા દિવસે ખેલાડીઓ ઈન્ડિયા પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત અને સમ્માન કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ હવે ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એ વાતની પુષ્ટિ કરી છે કે તેમણે વર્ષ 2028 માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો પ્રયત્ન શરુ કર્યો છે.
આ બાબતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એક કાર્યકારી જૂથની રચના કરવામાં આવી છે.જેની જવાબારીથી વર્ષ 2028 અને 2032 ઓલિમ્પિક્સમાં ક્રિકેટને સામેલ કરવા અને આવનારા અન્ય ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવશે.
આ મુદ્દે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વધુમાં કહ્યું કે, અમેરિકામાં લગભગ ત્રીસ કરોડ ક્રિકેટ ચાહકો જોવા મળે છે, તેથી અમે વર્ષ 2028 માં ત્યાં યોજાનારી ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો પ્રયત્ન વર્ષ કરીશું. જો 2028 માં ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તો તે ખૂબ જ સારું સાબિત થશે.ઈતિહાસ સાક્ષી છે કે સમગ્ર ઓલિમ્પિકની શરુઆતથી અત્યાર સુધી માત્રને માત્ર એક જ વખત ક્રિકેટનો સમાનેશ કરવામાં આવ્યો છે.ત્યારે માત્ર બે જ ટિમે તેમાં ભાગ લીધો હતો.