Site icon Revoi.in

ક્રિકેટ:ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર Ben Stokes એ ODIમાંથી સંન્યાસ લીધો

Social Share

મુંબઈ:ઈંગ્લેન્ડના સુપરસ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સ્ટોક્સે સોમવાર 18 જુલાઇએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. સ્ટોક્સએ પણ જણાવ્યું કે, મંગળવારે 19 જુલાઈએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ વનડે આ ફોર્મેટમાં તેની કારકિર્દીની છેલ્લી મેચ હશે.ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની વનડે સિરીઝ મંગળવારથી શરૂ થશે, જેની પ્રથમ મેચ ડરહમમાં રમાશે. આ રીતે સ્ટોક્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પરથી ODI ક્રિકેટને અલવિદા કહી દેશે.

31 વર્ષની ઉંમરે, બેન સ્ટોક્સે તે ફોર્મેટ છોડવાનો નિર્ણય કર્યો જેમાં તેણે પ્રથમ વખત ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવ્યું હતું.ત્રણ વર્ષ પહેલા જુલાઈ મહિનામાં જ સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર ફાઇનલમાં 84 રનની યાદગાર અણનમ ઇનિંગ રમી હતી, જેના આધારે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવર પણ ટાઈ હતી, પરંતુ પછી વધુ બાઉન્ડ્રી ફટકારવાને કારણે ઈંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. સ્ટોક્સને તેની જબરદસ્ત ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

હાલમાં જ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત થયેલા સ્ટોક્સે એક લાંબા નિવેદનમાં પોતાના નિર્ણયનો ખુલાસો કર્યો અને તેનું કારણ પણ જણાવ્યું, જે ખરેખર ચિંતાજનક છે.સ્ટોક્સે કહ્યું, “હું મંગળવારે ડરહમમાં ઈંગ્લેન્ડ માટે ODI ક્રિકેટમાં મારી છેલ્લી મેચ રમીશ.મેં આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે.આ નિર્ણય લેવો ઘણો મુશ્કેલ હતો.મેં મારા સાથી ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ માટે રમવાની દરેક મિનિટનો આનંદ માણ્યો.અમારી સફર ઘણી યાદગાર રહી.”