1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ક્રિકેટ જગતની જાણતી હસ્તી મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસઃ પ્રસંશકે એક દિવસ પેહલા જ આપ્યું કઈક ખાસ ગિફ્ટ,વીડિયો થયો વાઈરલ
ક્રિકેટ જગતની જાણતી હસ્તી મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસઃ પ્રસંશકે એક દિવસ પેહલા જ આપ્યું કઈક ખાસ ગિફ્ટ,વીડિયો થયો વાઈરલ

ક્રિકેટ જગતની જાણતી હસ્તી મહેન્દ્ર સિંહ ધોનીનો આજે જન્મદિવસઃ પ્રસંશકે એક દિવસ પેહલા જ આપ્યું કઈક ખાસ ગિફ્ટ,વીડિયો થયો વાઈરલ

0
Social Share
  • મહેન્દ્ર સિંહ ઘોનીનો આજે બર્થડે
  • તેના એક ચાહકે આપ્યુ ખાસ ગીફ્ટ
  • માચીસની સળીઓમાંથી ઘોનીનો ફેશ ક્રિએટ કરતો વીડિયો
  • આ વીડિયો થઈ રહ્યો છે વારલ

દિલ્હીઃ- ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ‘કેપ્ટન કૂલ’ તરીકે વિશ્વભરમાં જાણીતા મહેન્દ્રસિંહ ધોની આજરોજ એટલે કે 7 જુલાઈએ 40 વર્ષના થવા જઈ રહ્યો છે.મહેન્દ્ર સિંહ ધોનીને લોકો ધોની, માહી અને ‘કેપ્ટન કૂલ’ તરીકે સંબોધે છે, તેમનો જન્મ 7 જુલાઈ 1981 ના રોજ રાંચીમાં થયો હતો.

આજ અનેક ચાહકો તેમને તેમના જન્મ દિવસની શુભેચ્છાઓ આપી રહ્યા છએ, ઘણી વખત આપણ જોઈએ છીે કે સેલિબ્રિટીના ફેન્સ તેમને અદભૂત ગીફ્ટ આપતા હોય છે, કંઈક ખાસ સરપ્રાઈઝ આપતા હોય છએ, ત્યારે ઘોનીના એક ચાહકે પણ ઘોનીની બર્થડેના એક દિવસ પહેલા જ ખાસ ગીફ્ટ આપ્યું છે.

https://www.instagram.com/cskfansofficial/?utm_source=ig_embed&ig_rid=72430887-aa05-4300-b38c-b4d267764f2b

ઘોની આમતો સોશિયલ મીડિયાથી દૂર રહે છે,પરંતુ તેના ચાહકો સોશિયલ મીડિયા પર ઘોની પર પ્રેમ વરસાવતા રહેતા હોય છે,ઘોનીના બર્થડેના એક દિવસ પહેલા જ તેના એક ચાહકે અવું કંીક ખાસ ગીફ્ટ ઘોનીને આપ્યું છે, કે જેનો વીડિયો હવે સોસિયલ મીડિયામાં ઘૂમ મચાવી રહ્યો છે, આ વીડિયો તેના ફએન્સએ ખાસ ઘોની માટે ક્રિએટ કર્યો છે જે જોઈને સૌ કોઈને નવાી ચોક્કસ લાગશે,

આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપર કિંગ્સના ઓફિશિયલ ફેન પેજ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક કલાકાર માચીસની સળીઓમાંથી ધોનીની ખૂબ જ અદભૂત તસવીર બનાવતો જોવા મળે છે. અહીં કલાકાર  માચીસને સળગાવીને તેની રાખમાંથી સુંદર ચિત્રને શૈલી આપે છે. જો કે હજી સુધી ધોનીએ આ વીડિયો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે જોવું રસપ્રદ રહેશે કે ધોની આ ચાહકોને કેવી રીતે આભાર માને છે.

ધોનીની સિદ્ધિઓ વિશે વાત કરીએ તો તે વિશ્વનો એકમાત્ર કેપ્ટન છે, જેની કપ્તાની હેઠળ ટીમે આઇસીસીની ત્રણેય ટ્રોફી જીતી લીધી છે. ભારતે ધોનીની કેપ્ટનશીપ હેઠળ 2007 ટી -20 વર્લ્ડ કપ, 2011 વનડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code