Site icon Revoi.in

ક્રિકેટ : સૌરવ ગાંગુલીના અધ્યક્ષ પદ માટે આજે અંતિમ નિર્ણય

Social Share

મુંબઈ :   ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી માટે 15 એપ્રિલ એટલે કે આજનો દિવસ મોટો છે. આ દિવસે તે નક્કી કરવામાં આવશે કે, ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બનશે કે નહીં. ફક્ત સૌરવ ગાંગુલી જ નહીં,પરંતુ બીસીસીઆઈ પદાધિકારી જય શાહ અને જયેશ જ્યોર્જનું ભવિષ્ય પણ નક્કી કરવામાં આવશે.સુપ્રીમ કોર્ટ સમક્ષ ઘણા સમયથી આ મામલો અટવાયેલો છે અને હવે શીર્ષ અદાલત આના પર પોતાનો નિર્ણય આપશે કે,આ ત્રણેયને પોતપોતાના હોદ્દા પર રહેવું જોઇએ કે તેમને રજા આપવામાં  આવશે. ખરેખર આ આખો મામલો કુલિંગ અને પીરીયડથી જોડાયેલ છે.

ઓગસ્ટ 2019 માં સુપ્રીમ કોર્ટે પસાર કરેલા બીસીસીઆઈના બંધારણ મુજબ સૌરવ ગાંગુલી,જય શાહ અને જયેશ જ્યોર્જ ત્રણેય તેમના કુલિંગ ઓફ પીરીયડમાં ચાલી રહ્યા છે. આ મુજબ રાજ્યના સંગઠનો અથવા બીસીસીઆઈના તમામ ક્રિકેટ પ્રશાસકોએ ત્રણ વર્ષ માટે તેમની પોસ્ટ છોડી દેવી પડશે. જ્યારે તેમની અવધિ વર્ષ 2020 ની મધ્યમાં પૂર્ણ થઇ ગઈ છે.

જસ્ટિસ એલ. નાગેશ્વર રાવની અધ્યક્ષતાવાળી બે સભ્યોની બેંચ આ કેસની સુનાવણી કરશે.રિપોર્ટ મુજબ, જસ્ટિસ રાવ અને જસ્ટિસ વિનીત સરન આ કેસને પ્રાથમિકતા પર લઇ રહ્યા છે. જસ્ટિસ રાવે અગાઉ 2014 માં આઈપીએલમાં મેચ ફિક્સિંગ મામલાની પણ તપાસ કરી હતી.  અગાઉ આ કેસની સુનાવણી 23 માર્ચે થવાની હતી,પરંતુ ત્યારે જસ્ટિસ  રાવ મરાઠા આરક્ષણ કેસમાં વ્યસ્ત હતા. આ મામલામાં બીસીસીઆઈ ઈચ્છે છે કે,ગાંગુલી,શાહ અને જયેશ કુલિંગ ઓફ પીરીયડ વગર પણ  તેમનો કાર્યકાળ શરૂ રાખે. પરંતુ આ સમગ્ર મામલે સૌરવ ગાંગુલીએ હાલમાં જ કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી જ તેઓ તેમના ભવિષ્ય અંગે નિર્ણય લેશે.

દેવાંશી