- ટી-20 ક્રિકેટ વર્લ્ડકપની થઈ જાહેરાત
- બીસીસીઆઈ કરી જાહેરાત
- આઈસીસી ટૂંક સમયમાં જાહેર કરશે મેચનું સિડ્યુલ
મુંબઈ: આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયમશીપ થોડા દિવસ પહેલા જ પૂર્ણ થઈ છે. ક્રિકેટ રસિયાઓ ફરીવાર કોઈ મોટી ટુર્નામેન્ટ આવે તેની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું કે ટી-20 વર્લ્ડકપ યુએઈમાં રમાશે.
છેલ્લા ઘણા સમયથી ટી20 વર્લ્ડ કપ ભારતમાં યોજાશે કે નહીં તેને લઈને અનેક ચર્ચાઓ ઉઠી હતી. BCCI ટી20 વર્લ્ડ કપને ભારતમાં આયોજિત કરવા માગતું હતું. પણ સમય અને સંજોગોને કારણે હવે ટી20 વર્લ્ડ કપ ભારતમાં નહીં પણ UAEમાં રમાશે.
BCCIના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે, ટી20 2021 વર્લ્ડકપ UAEમાં શિફ્ટ કરવામાં આવશે. અમે આજે ICCને જાણ કરીશું કે, અમે T20 વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરીશું. ટુર્નામેન્ટની તારીખો ICC નક્કી કરશે. આ અગાઉ ICCએ સ્પષ્ટતા કરી હતી કે T-20 વર્લ્ડ કપ ભારતની બહાર રમાશે તો પણ તેના યજમાનીના હક્કો ભારતપાસે જ રહેશે.
આ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગના 14મી એડિશનની બાકી રહેલ મેચો પણ UAEમાં રમાશે. IPL-19 સપ્ટેમ્બરે ચાલુ થઈ શકે તેવી સંભાવના છે. અને 15 ઓક્ટોબરના રોજ ફાઈનલ રમાઈ શકે છે. આમ હવે IPLની ફ્રેન્ચાઈઝીઓને વિદેશી પ્લેયરને લઈને ચિંતાઓ છે.
T20 વર્લ્ડ કપ IPLના થોડા દિવસો બાદ જ યોજાઈ તેવી સંભાવના છે. જેને કારણે વિદેશી ખેલાડીઓ આઈપીએલ રમવા આવશે કે કેમ તેને લઈને ફ્રેન્ચાઈઝીઓ ભારે મુંઝવણમાં છે.
ક્રિકેટ જો કે ભારતમાં એક તહેવારની જેમ જોવામાં આવે છે. ક્રિકેટને લઈને ભારતમાં હંમેશા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. કેપ્ટન કોહલી અને ટીમ ઈન્ડિયા ફરીવાર આઈસીસી ખિતાબને પોતાના નામે કરવા માટે મેદાનમાં ઉતરશે. ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી આઈસીસીની કોઈ પણ મોટી ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી નથી.