Site icon Revoi.in

ક્રિકેટ: ટીમ ઈન્ડિયાને વેક્સિનનો બીજો ડોઝ યુકેમાં મળશે

Social Share

દિલ્લી: કોરોનાથી બચવા માટે તમામ લોકોએ વેક્સિન લેવી જરૂરી બની છે. કોરોનાવાયરસના સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા જે વેક્સિન આપવામાં આવી રહી છે તેમાં સેલિબ્રિટીઓ પણ વેક્સિન લઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના ખેલાડી પણ આમા સામેલ છે અને તેઓને વેક્સિનનો બીજો ડોઝ યુકેમાં આપવામાં આવશે.

હાલ તો લગભગ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીને વેક્સિનનો પહેલો ડોઝ તો આપવામાં આવી ચુક્યો છે અને વેક્સિનના નિયમ મુજબ બીજો ડોઝ લેવાના સમયે ટીમ ઈન્ડિયા – યુકેમાં હશે અને ત્યાં તેમને બીજો ડોઝ આપવામાં આવશે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ તથા ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે જનારી ભારતીય ક્રિકેટ ટીમે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જોકે, ટીમ હવે યુકે જશે તેથી વેક્સીનનો બીજો ડોઝ તે યુકેના સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં લેશે.

વિરાટ કોહલીની ટીમ યુકે જવા રવાના થયા તે પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો છે. ટીમના ખેલાડીઓઆજે મુંબઈ ભેગા થશે અને ત્યાં તેમને ત્રણ વખત આરટી-પીસીઆર ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

મુંબઈમાં બે સપ્તાહનો ક્વોરેન્ટીન સમય પૂરો કર્યા બાદ ટીમ યુકેમાં બીજા 10 દિવસ માટે ક્વોરેન્ટીનમાં રહેશે. ક્વોરેન્ટીન સમય પૂરો થયા બાદ ખેલાડીઓ સાઉથમ્પ્ટનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્ની ફાઈનલ માટે પ્રેક્ટિસ શરૂ કરશે.