- શિખન ધવનનો આજે 36મો જન્મ દિવસ
- વર્ષ 2004માં દિલ્હી માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું
દિલ્હીઃ- દેશભરમાં ક્રિક્રેચનું કેટલું મહત્વ છે તે કોઈથી છૂપુ નથી, દેશના યુવાઓ ક્રિકેટના રશિયાઓ છે, આ સાથે જ ક્રિક્ટ જગત સાથે જોડાયેલા રમતવીરોના તેઓ ખૂબ મોટા ફેન છે, તો આજે ક્રિકેટ જગતમાં જેને ગબ્બર નામ મળ્યું છે તેવા શિખર ઘવન પોતાનો 36મો ન્મદિવસ મનાવી રહ્યા છે.શિખર ધવનનો જન્મ 5 ડિસેમ્બર વર્ષ 1985મા દિલ્હીમાં થયો હતો.
શિખર ડાબા હાથથી ભારતીય ટિમ માટે રમવાની શરુાત કરે છે,તેમની આ ખાસિયતનો લોકો દિવાના છે,તો બીજી તરફ તેઓ જમણા હાથથી ઓફબ્રેક બોલિંગ કરે છે.જો કે એ વાત અલગ છે કે તેમને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી ઓછી તક પ્રાપ્ત થઈ છે.
ધવને વર્ષ 2004માં દિલ્હી માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં 122 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી અને 202 ઇનિંગ્સમાં 44.3ની એવરેજથી કુલ 8499 રન બનાવ્યા. આ દરમિયાન તેમના પસે 25 સદી અને 29 અડધી સદી પણ હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સિવાય, લિસ્ટ A ક્રિકેટમાં 273 મેચો રમીને તેના બેટએ 269 ઇનિંગ્સમાં 45.3ની એવરેજથી 11229 રન બનાવ્યા છે.
ધવનને સ્થાનિક ક્રિકેટમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પુરસ્કાર મળ્યો અને તેને ઓસ્ટ્રેલિયા સામેની ODI ક્રિકેટમાં ભારતીય ટીમ માટે રમવાની તક મળી. આ મેચમાં તે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે કંઇ ખાસ કરી શક્યો ન હતો અને ખાતું ખોલાવ્યા વિના ક્લિન્ટ મેક્યુસનો શિકાર બન્યો હતો. તે જ સમયે, તેણે વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20આઈ અને વર્ષ 2013માં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી.
કે ધવનને હાલમાં જ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ધવનને આ એવોર્ડ આપ્યો હતો. સ્ટાર ક્રિકેટર ઉપરાંત અન્ય ઘણા ખેલાડીઓને પણ અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 35 ખેલાડીઓ સામેલ થયા હતા.
કઈ રીતે ગબ્બર તરીકે ઓળખાયો જાણો
બોલિવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’ ના ખતરનાક ખલનાયક અમજદ ખાનના ડાયલોગ સંભળાવી ટીમનું મનોબળ વધાર્યું ત્યારે તેમનું ઉપનામ ‘ગબ્બર’ પડ્યું હતું. ધવન ફરી એકવાર તેની ઈજાથી સંઘર્ષ કરી રહ્યો છે. વર્લ્ડ કપમાં તેના અંગુઠા પર ઈજા થઈ , આ ઈજા બાદ તેનું પરત ફરવું એક સંઘર્ષ હતો પરંતુ તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન ઘૂંટણને ઈજા પહોંચાડી હતી, જેના કારણે તે વેસ્ટ ઇન્ડીઝ સામેની ટી -20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.