- કે એલ રાહુલને થયો કોરોના
- ટીમ ઈન્ડિયાને લાગ્યો ઝટકો
દિલ્હીઃ- ટીમ ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 29 જુલાઈથી ODI સિરીઝ શરૂ થનારી છે . ટીમ ઈન્ડિયાની બી ટીમ આમાં રમશે. આ પછી ટી20 સિરીઝ પણ રમાશે અને સિનિયર ખેલાડીઓની વાપસી થશે. કેએલ રાહુલ ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહ્યો હતો જો કે આ મેચ દરમિયાન તેની વાપસી થવાની હતી પરંતુ તે પહેલા જ ટીમ ઈન્ડીયાને ઝટકો લાગ્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે કે એલ રાહુલ કોરોના પોઝિટિવ થયો છે. આ આ્બીગે સીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ સમાચાર આપ્યા છે. જો કે બીજો કોઈ વધુ માહિતી હજુ સુધી સામે આવી નથી. રાહુલ ટી-20 સિરીઝ પહેલા વાપસી કરશે કે કેમ તે પણ જાણી શકાયું નથી. હાલ તો એવું લાગી રહ્યું છે કે તેની વાપસી ઘણી મુશ્કેલ છે.
ઉલ્કેલેખનીય છે કે એલ રાહુલ ગ્રોઈન ઈન્ઝરી સામે ઝઝૂમી રહ્યો હતો. તાજેતરમાં તેનું જર્મનીમાં હર્નિયાનું ઓપરેશન થયું હતું. આ પછી તેણે NCAમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી. એવું લાગતું હતું કે તે જલ્દી પાછો ફરશે પણ હવે તેના પર કોરોનાનું સંકટ આવી પડતા તેનું પપત ફરવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.તેઓ હાલમાં બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં છે.