ક્રિકેટર ઋષભ પંતની થઈ પ્લાસ્ટિક સર્જરી,માથા અને કરોડરજ્જુનો MRI રિપોર્ટ આવ્યો સામે… જાણો હેલ્થ અપડેટ
- ક્રિકેટર ઋષભ પંતની થઈ પ્લાસ્ટિક સર્જરી
- માથા અને કરોડરજ્જુનો MRI રિપોર્ટ આવ્યો સામે
- જાણો હેલ્થ અપડેટ
દિલ્હી:ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત સાથે શુક્રવાર વહેલી સવારે એક મોટો અકસ્માત થયો હતો.તેમની કારને રૂરકી નજીક અકસ્માત નડ્યો હતો.પંત પોતે કાર ચલાવી રહ્યા હતા.હાલમાં ઋષભ પંતની દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની ઘણી તપાસ પણ અહીં થઈ હતી.
એવું કહેવામાં આવ્યું છે કે પંતને માથા અને પગમાં સૌથી વધુ ઈજાઓ થઈ છે.આ કારણે તેમના મગજ અને કરોડરજ્જુનું એમઆરઆઈ સ્કેન પણ કરવામાં આવ્યું હતું.જેનો રિપોર્ટ સામે આવ્યો છે.આ રિપોર્ટથી પ્રશંસકો અને ખુદ પંતને મોટી રાહત મળી છે.રિપોર્ટ નોર્મલ આવ્યો છે.
ડોક્ટરોએ કહ્યું છે કે, ઋષભ પંતના હજુ ઘણા ટેસ્ટ કરાવવાના બાકી છે.તેના પગની ઘૂંટી અને ઘૂંટણનું એમઆરઆઈ સ્કેન પણ કરાવવાનું હતું.પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યું છે કારણ કે પંતને ખૂબ દુખાવો હતો અને સોજો પણ હતો.હવે આ સ્કેન આજે કરી શકાશે.
કાર અકસ્માતમાં ઋષભ પંતના ચહેરા પર ઈજા થઈ હતી.ઘણા કપાયેલા ઘા હતા અને કેટલાક સ્ક્રેચ પણ આવ્યા હતા.હવે તેમને ઠીક કરવા માટે પંતે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે.રિષભ પંતને તેના જમણા ઘૂંટણ અને પગની ઘૂંટીમાં અસ્થિબંધનની સમસ્યા હોઈ શકે છે.આ કારણથી મેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ ઋષભ પંતના ઘૂંટણ પર પટ્ટી પણ લગાવી દીધી છે.ડૉક્ટરોએ જણાવ્યું છે કે,પંતની હાલત હજુ પણ ઠીક છે અને તે સારું અનુભવી રહ્યા છે.
ઋષભ પંત પોતાની મર્સિડીઝ કાર ચલાવીને પોતાના હોમ ટાઉન રૂરકી જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને જોકું આવી ગયું અને તેની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માત થયો. પંતે પોતે જણાવ્યું હતું કે,તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો હતો.આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.
આ અકસ્માત બાદ સૌથી પહેલા એક બસ ડ્રાઈવર સુશીલ કુમાર પંત પાસે પહોંચ્યા હતા.તેણે પંતને સંભાળ્યો અને એમ્બ્યુલન્સ બોલાવી અને પંતને હોસ્પિટલમાં મોકલ્યો.સુશીલે કહ્યું કે પંત લોહીથી લથપથ હતો અને તેણે માત્ર એટલું જ કહ્યું કે તે ક્રિકેટર ઋષભ પંત છે.