દિલ્હીઃ મેચ ફિકસીંગને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ક્રિકેટર શ્રીસંત ફરીથી મેદાનમાં વાપસી કરવાના પ્રયાસ કરી રહ્યો છે. આ ઉપરાંત તે ફિલ્મોમાં પણ કરી રહ્યો છે. અગાઉ બે જેટલી ફિલ્મમાં અભિનય કર્યો હતો. હવે એક ફિલ્મમાં જોવા મળે તેવી શકયતા છે. આર.રાધાકૃષ્ણના દિગ્દશનમાં બનનારી પટ્ટા નામની ફિલ્મમાં શ્રીસંત અભિનય કરતો જોવા મળશે. આ ફિલ્મમાં સન્ની લીયોની પણ અભિનેત્રીની ભૂમિકામાં જોવા મળશે.
મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીસંત અગાઉ દક્ષિણ ભારતની ફિલ્મમાં અભિનય કરી ચૂક્યો છે. હવે વધુ એક ફિલ્મમાં જોવા મળશે. તેમાં શ્રીસંત સીબીઆઈના અધિકારીના રોલમાં જોવા મળશે. મહિલાઓની આસપાસ ફરતી આ થ્રીલર ફિલ્મ હશે. ફિલ્મમાં સન્ની લીયોની પણ જોવા મળશે. આ ફિલ્મમાં ગુજરાતી અભિનેતા બિમલ ત્રિવેદી નેગેટિવ પાત્રમાં જોવા મળશે. બિમલ ત્રિવેદી પુરુષ અભિનેતા તરીકે મુખ્ય પાત્રમાં સાઉથની ફિલ્મમાં અભિનય આપનારા પ્રથમ ગુજરાતી એકટર હશે.
દિગ્દર્શક રાધાકૃષ્ણએ ફિલ્મની કથાને જાણી ત્યારે તૈયાર થઇ ગયા હતા. તેઓએ કહ્યુ હતુ કે, ફિલ્મમાં સન્ની લીયોનીની ભૂમિકા બોલીવુડમાં અત્યાર સુધીમાં અલગ રહી હતી. અભિનેત્રી તરીકે સન્ની લિયોન માટે થ્રીલર ફિલ્મમાં એક સાહસીક અભિનય હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ શ્રીસંતે વર્ષ 2017માં અક્સર-2 અને 2019માં કેબરે ફિલ્મમાં કામ કરશે. આ તેની ત્રીજી ફિલ્મ હશે. આ ઉપરાંત બોલીવુડની ફિલ્મમાં પણ અભિનય કર્યો હોવાનું જાણવા મળે છે. જો કે, આ ફિલ્મ હજુ રિલીઝ નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
(Photo - Social Media)