Site icon Revoi.in

ગુજરાતમાં ક્રાઈમ રેટમાં વધ્યો, ચોરી, અપહરણ, લૂંટ અને હત્યાના કેસમાં ગત વર્ષ કરતા વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિકાસની સાથે ક્રાઈમ રેઈટ પણ વધતો જાય છે. રાજ્યમાં ગત વર્ષની તુલનામાં ક્રાઈમ રેટમાં વધારો થયો છે. જો કે ગત વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી જેટલી હત્યા થઈ હતી તેમાં એક ટકાનો ઘટાડો થયો હતો. પરંતુ  અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં કુલ 44 હત્યાઓ નોંધાઈ હતી જે 2022માં વધીને 48 થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રથમ છ મહિનાઓ દરમિયાન હત્યાનો પ્રયાસ, લૂંટ વગેરે જેવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં વર્ષ 2021માં 14 હત્યાના કેસ નોંધાયા હતા. જેની સરખામણીમાં 2022માં જુલાઈ સુધી 24 કેસ નોંધાયા છે. અમદાવાદ, અને વડોદરામાં વર્ષના શરૂઆતના મહિનાઓમાં હત્યાના પ્રયાસની ઘટનાઓ પણ વધી છે. સુરત સહિત ઉપરોક્ત ત્રણ શહેરોમાં આવા 139 કેસ નોંધાયા હતા. જેની સંખ્યા વર્ષ 2021માં 116 હતી. માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો વર્ષ 2021માં જ્યારે મોટા ગુનાઓની સંખ્યા 7009 હતી, 2022માં તે વધીને 11651 થઈ ગઈ હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યમાં વિવિધ પ્રકારના ગુનાઓમાં સૌથી મોટો વધારો અપહરણના ગુનામાં થયો છે. વર્ષ 2021માં જ્યાં 649 કેસ નોંધાયા હતા તે વધીને 2022માં 933 થઈ ગયા છે. જો હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાની વાત કરવામાં આવે તો, ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના કેસમાં પરિવારના સભ્યો જ તેની સાથે સંકળાયેલા હોય છે. કોરોના મહામારી પછી હત્યા અને હત્યાના પ્રયાસના 15 ટકા કેસ એવા હોય છે,  જેમાં કારણે કોરોનાને કારણે ઊભી થયેલી નાણાંકીય કટોકટીની સ્થિતિ હોય છે.  2021માં સ્થિતિ સામાન્ય થતાં જ ગુનેગારો પણ કાર્યરત થઈ ગયા હતા. પરંતુ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે. હત્યાના ઘણાં ઓછા કેસ એવા છે જેનું નિરાકરણ નથી આવ્યું.