ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું, સાયબર ક્રાઈમના કેસ અટકાવવા એક્શન પ્લાન તૈયાર કર્યો
અમદાવાદઃ વિધાનસભા ખાતે ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, રાજ્યની પોલીસ આજે ગુનાઓ પકડવાની સાથે સાથે સામાજિક જવાબદારીઓમાં પણ સહભાગી બનીને નાગરિકોની સેવામાં સેવાવૃત બની છે તે આપણા સૌ માટે ગૌરવ છે. રાજ્યના યુવાનોને નશાની ચુંગલમાંથી મુક્તિ અપાવવી એ જ અમારો નિર્ધાર છે ત્યારે દારૂના દુષણને ડામવા માટે આપણે સૌ પક્ષા પક્ષીથી પર રહીને સામાજિક જવાબદારી નિભાવીને સામૂહિક લડત લડીશું તો ચોક્કસ આપણે સફળ થઈશું. તે જ રીતે પ્રવર્તમાન યુગમાં ડ્રગ્સનું દુષણ જે રીતે વધી રહ્યું છે તેને નાથવા માટે પણ આપણે જાગૃતિ કેળવાય તેના પ્રયાસો કરીને મુહિમ ચલાવી પડશે. ડ્રગ્સને પકડવા માટે પોલીસ કર્મીઓના મનોબળને વધારવા માટે ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવનાર એકમાત્ર રાજ્ય ગુજરાત છે. પોલીસની નિષ્ઠા અને નૈતિકતાના પરિણામે જ આજે રાજ્યમાં ક્રાઈમ રેટ ઘટયો છે અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સને દરિયામાંથી ભારતમાં ઘુસતું અટકાવ્યું છે. અહીં દરિયાકાંઠાના વિસ્તારોમાં પેડલરો દ્વારા જે અનઅધિકૃત બાંધકામ કર્યા હતા તે તમામનો સફાયો કરીને અમારી સરકારે દરિયાઈ સુરક્ષા વધુ સુદ્રઢ કરી છે.
ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગુન્હાસખોરી માટે “ઝીરો” ટોલરન્સ્ની નીતિ અપનાવી છે. આ સાતત્યાભરી નીતિના સફળ અને સુચારૂ અમલીકરણના લીધે દેશના અન્યી રાજ્યોની સરખામણીમાં ગુન્હાતખોરીનું પ્રમાણ નહીવત્ત છે. આ સ્થિતિનો શ્રેય ગૃહ વિભાગની શિસ્તબદ્ધ કામગીરી અને ફરજ પાલન છે. જે ગતિએ ગુજરાત રાજ્યે વિકાસની હરણફાળ ભરેલ છે તે લક્ષમાં લેતાં, જાહેર સુલેહ, સલામતિ અને સુરક્ષાના પડકારો પણ વધતાં જ જતા હોય છે. પરંતુ આવા પડાકારોને પહોંચી વળવા ગૃહ વિભાગ અને પોલીસ તંત્રએ આધુનિક શસ્ત્ર સરંજામ, ટેકનોલોજીકલ ઉપકરણો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાનના અસરકારક ઉપયોગથી જાહેર સુલેહ શાંતિ જાળવવામાં સફળતા મેળવી છે.
ગૃહ રાજ્ય મંત્રીએ હિંસાત્મક ગુનાઓના ક્રાઇમ રેટમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતની સ્થિતિ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતનો ક્રાઇમ રેટ 11.90 છે. જ્યારે છત્તીસગઢમાં 28.8, રાજસ્થાનમાં 29 અને પંજાબમાં 20.80 છે. એટલે કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનું 32મુ છે. 33મુ દાદરાનગર હવેલી, 34મુ લદાખ, 35મુ લક્ષદ્વીપ અને 36મુ નાગાલેન્ડ છે. પોલીસના જવાનો સામાજીક અને કૌટુંબિક સુખનો ત્યાગ કરી તહેવારો સમયે કુટુંબ સાથે રહેવાના સમયે ફરજને પ્રાધાન્ય આપી ફરજના સ્થળે હાજર રહી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની કપરી કામગીરી સફળતાપૂર્વક કરે છે. પ્રજાના કરોડો રૂપિયાના જાનમાલ અને મિલકતની રક્ષા કરે છે.
વ્યાજખોરી, લોનમેળા અને મુદ્દામાલ પરત કરવા અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, પહેલી કેબીનેટમાં જ વ્યાજખોરીનું દુષણ મુખ્યમંત્રીએ આપી હતી. વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલ લોકો પોતાની આર્થિક મજબૂરીના કારણે નાછુટકે પોતાની જરૂરીયાતોને પોષવા માટે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે ધિરાણ મેળવેલ હોય છે. આવા લોકો તેમની મજબૂરીનો લાભ ઉઠાવતા દુષણો સામે શોષણનો ભોગ ન બને તે માટે વ્યાજખોરો સામે ગૃહ વિભાગે કડક પગલાં લીધા છે. વ્યાજખોરો સામે પગલાં દ્વારા લોકજાગૃતિ માટે 2389 લોકદરબાર રાજ્યભરમાં કર્યા જેનો લાભ 1.30 લાખ લોકોએ લીધો છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન રાજ્ય સરકારે વ્યાજખોરો સામે સકંજો કસીને સંતોષ માનેલ નથી. પરંતુ જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજયના 38 પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી 22 હજાપ લોકોને કિફાયતી અને પરવડે તેવા વ્યાજના નહિવત દરથી રૂ.262 કરોડની લોન અપાવવાનું ભગીરથ કામ કર્યું છે.
અસામાજિક તત્વો દ્વારા કિંમતી જમીનો અને સરકારી મિલકતો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લાની બેટ દ્વારકા, હર્ષદ માતા, નાવદરા અને કચ્છની જમીન પર, પોરબંદર, બનાસકાંઠા સહીતની અનેક જિલ્લાઓની સરકારી જમીનમાં ઘણા વર્ષોથી અનઅધિકૃત રીતે કરેલ કબજાને છોડાવીને આવા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, વાહન ચોરી કે મોબાઇલ ચોરીની ઓનલાઇન ફરિયાદકરવાનું મિકેનિઝમ આ સરકારે કર્યુ છે. વાહન અને મોબાઇલ ચોરીના ગુનાઓ ઓનલાઇન મોંધવારી માટે ઈ-એફઆઈઆર પ્રોજેક્ટ લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 23મી જુલાઈ 2022ના રોજ રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી ઇ-એફ.આઇ.આર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
છેલ્લા બે વર્ષમાં માત્ર સો દિવસમાં 19 ગુનામાં ચુકાદો લાવી 6 ગુનેગારોને ફાંસી 10 ગુનેગારોને આજીવન કેદ આપી ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. ગુનાઓના આંકડાના વધારા કે ઘટાડાની માયાજાળમાં પડ્યા સિવાય રાજયના નાગરિકને જરૂરીયાત પ્રાથમિકતા આપી છે. ચોરીના ગુનાઓનો ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૨૭મું છે. દેશનો ક્રાઈમ રેટ 43 ટકા છે. અન્ય રાજયના ક્રાઈમ રેટ અંગે મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં માત્ર 15.2 ટકા છે, જેની સામે છત્તીસગઢમાં 27.3 ટકા, રાજસ્થાનમાં 44 ટકા તથા પંજાબમાં 27 ટકા છે.
સાયબર ક્રાઇમની ગુનાખોરી 21મી સદીમાં વધી રહી છે, આ ગુનાઓ માટે 1930 હેલ્પ લાઇન કાર્યરત કરવામાં આવી છે, જેમાં 30 ટેલિફોન લાઇન છે જેથી રાજ્યના નાગરિકોને ફોન વ્યસ્તનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇનમાં આજદિન સુધી 122.47 કરોડ રૂપિયા અરજદારના ખાતામાં થી ઉપડી જતા પહેલા બ્લોક કરવામાં આવ્યાં છે. સાથોસાથ 35.53 કરોડ રૂપિયા અરજદારોને પરત કરાયાં છે. ગુજરાત પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ સમગ્ર દેશમાં લેવામાં આવી છે અને આપણા રાજ્યને રોલ મોડેલ તરીકે સ્વીકારીને અનુસરવા સૂચના આપવામાં આવી છે.
કાયદો અને વ્યવસ્થાની સંભાળ સાથે સામાજિક જવાબદારી એવી ખોવાયેલા બાળકોની છે. મા-બાપની બીજાઓને પણ પ્રાથમિકતા આપી છે. ગુજરાત પોલીસ બાળકને શોધવા માટે રાત-દિવસ એક કરે છે. જ્યારે પોલીસ તંત્ર આધુનિક સાધનો તેમજ રાત-દિવસ મહેનત કરીને કોઈ ખોવાયેલ બાળક તેમના માતા-પિતાને પરત કરવામાં આવે છે. આ ખોવાયેલા બાળકો શોધવા માટેના સ્પેશિયલ શાખામાં આશરે 668 માણસો કાર્યરત છે. જેમાં વધુ 1000 સભ્યોનો વધારો કરવાની સરકારનું આયોજન છે.
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં ગુમ થયેલા 4131 બાળકોમાંથી 3264 બાળકો પરત મેળવવામાં આવ્યાં છે. ભારતનો ક્રાઈમ રેટ 33.6 છે. જ્યારે છત્તીસગઢમાં 61.6 ટકા, રાજસ્થાનમાં 27.2 ટકા, પંજાબમાં 29.2 ટકા છે, જેની સામે ગુજરામાં માત્ર 21.6 ટકા છે. સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન 27મું છે. મહિલા વિરુદ્ધના ગુનાઓનો ક્રાઈમ રેટ અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે, અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતનો ક્રાઈમ રેટ સૌથી ઓછો માત્ર 22.01 ટકા છે. જ્યારે ભારતના સરેરાશ ક્રાઈમ રેટ 64.5 ટકા છે. સમગ્ર ભારતમાં ગુજરાતનું સ્થાન 32મું છે.