ચારધામ યાત્રા પર સંકટના વાદળો – કેદારનાથની યાત્રા માટેની નોંધણી 8 મે સુધી અટકાવવામાં આવી
- કેદારનાથની યાત્રામાં હિમવર્ષા બની અવરોધ
- 8 મે સુધી રજીસ્ટ્રેન પર રોક લગાવાઈ
દહેરાદૂનઃ- ચારધાન યાત્રાનો આરંભ થી ચૂક્યો છે હજારો ભક્તોએ નોંધણી કરાવી અને ચારધામની યાત્રાએ પહોંચી રહ્યા છે જો કેજારધામ યાત્રાની વાત કરવામાં આવે તો ભારે હિમવર્ષાને કારણે અહી લોકોની અવર જવર મુશ્કેલ બની છે,જો કે એનડીઆરએફ દ્રારા રસ્તાઓ પરથી ગ્લેશિયર હટાવીને માર્ગ બનાવાની કામગીરી કરાઈ છે,જો કે વધતી જતી શ્રદ્ધાળુંઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કેદારનાથની યાત્રાનું રજીસ્ટ્રેશન 3 મે સુધી બંધ કરાયું હતું જો કે હવે આ અવધી વધારી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ઉતત્રાખઁડમાં ખરાબ હવામાનને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં વાતાવરણ હજુ પણ ત્રણ ચાર દિવસ સુધી ખરાબ રહેવાનું હોવાથી કેદારનાથ યાત્રા પર રોક લગાવવામાં આવી છે
રાજ્યની સરકારે આ બાબતે જાણકારી આપી છે કે કેદારનાથમાં ખરાબ વાતાવરણની શક્યતાઓને ધ્યાનમાં સેતા યાત્રા માટેની નોંધણી આઠ મે સુધી રોકી દેવામાં આવી છે. મહત્વનું છે કે ચાર મે સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન કર્યા છેહાલ પણ મોટા પ્રમાણમાં લોકો રજીસ્ટ્રેશનની રાહ જોઈ રહ્યા છે.
કેદારનાથ ધામમાં સતત બરફ વર્ષા થઈ રહી છે અને રસ્તા પર હિમ સ્ખલન થવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે આઠ મે સુધી શ્રદ્ધાળુઓ માટે યાત્રાની નોંધણી કરવનામાં આવશે નહી એટલે કે 8 મે સુધી નોંધણીની પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવી છે જેથી કરીને શ્રદ્ધાળુંઓને હાલાકી ભોગવવાનો વાર ન આવે.