- વિદ્યાર્થીઓના વાલીઓ એ પીએમ મોદી પાસે માંગી મદદ
- વાલીઓ આ સંદર્ભે આજે અલીગઢથી દિલ્હી જશે
દિલ્હીઃ- રશિયા-યુક્રેન સંકટને લઈને વિશ્વભરમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, હાલ યુક્રેન સંકટની સ્થિતિનો સામનો કરી રહ્યું છે આ સાથે જ અહીં વસતા ભારતીય વિદ્યાર્થીઓ પર મોતનું જોખમ મંડળાઈ રહ્યું છે, કેટલાક વિદ્યાર્થીઓ હાલ પણ યુક્રેનમાં છે ત્યારે આ વિદ્યાર્થીઓના વાલીઓએ પીએમ મોદી પાસે મદદની પુકાર લગાવી છે.
રશિયાએ કરેલા યુદ્ધે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા 45 બાળકોના માતા-પિતાની ચિંતા વધારી દીધી છે. વાલીઓએ આ મામલે વડાપ્રધાનની મદદ માંગી છે. આ સંદર્ભે તેઓ આજરોજ શુક્રવારે દિલ્હી માટે રવાના થશે.
ઉલ્લેખનીય છે કે એમબીબીએસનો અભ્યાસ કરતા 45 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા છે. તેઓને વતન પરત લાવવા માટે તેના પરિવારના સભ્યોએ ડીએમ અને કમિશનર સહિત ભારત સરકારને અપીલ કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જિલ્લામાંથી 45 વિદ્યાર્થીઓ છે જેઓ યુક્રેનની વિવિધ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કરી રહ્યા છે.
ગુરુવારની વહેલી સવારે રશિયાએ યુક્રેન પર બોમ્બમારો શરૂ કર્યો હતો. જેનાથી યુક્રેનમાં ભણતા બાળકોના વાલીઓ ચિંતામાં મૂકાયા છે.આ સંદર્ભે ઈન્ડો-યુક્રેન મેડિકલ સ્ટુડન્ટ્સ ગાર્ડિયન એસોસિએશનની એક બેઠક ધીરજ પેલેસ ખાતે યોજાઈ હતી, જેમાં ટીવી ચેનલ પર પ્રસારિત થયેલા સમાચાર જોઈને વાલીઓની ચિંતા વધી હતી
મળતી માહિતી પ્રમાણે આ સંકટની સ્થિતિ વચ્ચે અલીગઢના કેટલાક વિદ્યાર્થીઓ અધવચ્ચે જ ફસાઈ જવાથી માતા-પિતાની ચિંતા વધી ગઈ છે. ઈમરજન્સીના કારણે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બાળકોની મોટાભાગની ફ્લાઈટ ટિકિટ બુક થઈ ગઈ હતી, પરંતુ હવે કરફ્યૂની સ્થિતિ થઈ ચૂકી છે જેને લઈને વાલીઓએ પીએમ મોદી પાસે મદદની માંગ કરી છે
આ સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓના ફોન પણ બંદ થયા હતા જેને લઈને થોડો સમય માટે તેઓ સંપર્કમાં રહ્યા નહતો જેને લઈને માતા પિતાની ચીંતા વધી છે.ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા અલીગઢ અને ઉત્તર પ્રદેશના બાળકોને સુરક્ષિત રીતે ભારત લાવવા માટે વડાપ્રધાન મોદીને અપીલ કરવામાં આવી હતી.