Site icon Revoi.in

યુક્રેન પર સંકટ- રશિયાના રાષ્ટ્રપતિએ સુરક્ષા પરિષદ સાથે બેઠક યોજી, કહ્યું યુક્રેન પર કબ્જો નહી કરીએ

Social Share

દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર હુમલો કરીને યુક્રેનના હાલ બેહાલ કર્યા છે, સતત વિશ્વભરમાં આ બન્ને દેશોના તણાવની સ્થિતિની ચર્ચાઓ ચાલી રહી છે, યુક્રેનના રાષ્ટ્રપતિએ એવું નિવેદન આપ્યું હતુ કે અમે રશિયા સાથેની લડાઈમાં એકલા હતા અને આજે પણ એકલા જ છે, ત્યારે હવે રશિયાના રાષ્ટ્રપતિએ યુરક્ષાપરિષદની બેઠક બાલોવી હતીવિતેલા દિવસને શુક્રવારની સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર દેશની સંરક્ષણ પરિષદ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન પુતિને કહ્યું કે તેઓ યુક્રેન પર કબજો નહીં કરે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે તેઓ યુક્રેનને  પણ પરમાણુ હથિયાર બનાવવાની પરવાનગી આપશે. પુતિને યુક્રેન પર તેના નાગરિકોને રક્ષણ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, પુતિને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના રાજીનામાની માંગ પણ ઉઠાવી છે. તેમણે કહ્યું કે યુક્રેનની સેનાએ સત્તા પોતાના હાથમાં લેવી જોઈએ. અગાઉ પુતિને કહ્યું હતું કે અમે યુક્રેન સાથે વાતચીત માટે અમારા ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને મિન્સ્ક મોકલવા તૈયાર છીએ.

આ પહેલા રશિયાની સેનાએ એમ પણ દાવો કર્યો હતો કે તેણે યુક્રેનની રાજધાની કિવની બહાર રાજદ્વારી રીતે મહત્વપૂર્ણ એરપોર્ટ પર કબજો કરી લીધો છે અને કિવના પશ્ચિમ સાથેના સંબંધો કાપી નાખ્યા છે. બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે અમારી સેનાએ 1 હજારથી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે પણ યુક્રેનના હાલત યથાવત જોવા મળી રહી છે, રશિયા દ્રારા હાલ પણ હુમલાની પ્રક્રિયા શરુ છે.