યુક્રેનની રાજધાની કિવ સહીતના શહેરોમાં મિસાઈલ હુમલાનું સંકટ -અટેક કરવાની તૈયારીમાં રશિયા
- યુક્રેન પર રશિયાની મિશાલઈનું સંકટ
- અનેક શહેરો પર મિસાઈલ હુમલાને લઈને એલર્ટ જારી
દિલ્હીઃ- રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે,આજે સતત 9મો દિવસ છે કે જ્યારે રશિયા યુક્રેન પર હુમલો કરવામાં પાછળ ખસ્યું નથી ત્યારે હવે યુક્રેન પર મિસાઈલ વડે એટેક કરવાનું સંકટ મંડળાઈ રહ્યું છે રશિયા યુક્રેનના મોટા શહેરોને નિશાન બનાવી રહ્યો છે.
આ સમગ્ર ઘટનાને લઈને મળતી માહિતી મુજબ રશિયન સેનાએ બંદર શહેર પર પણ કબજો કરી લીધો છે. સ્થાનિક મીડિયા અનુસાર, યુક્રેનના ચેરનિહીવ અને સુમીમાં પણ હુમલાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
મિશાઈલ હુમલાને લઈને એલર્ટ જારી કરતા કિવ ઇન્ડિપેન્ડન્ટે એક ટ્વિટમાં કહ્યું છે કે , “કદાચ ચેર્નિહાઇવમાં સૌથી પહેલા એર સ્ટ્રાઈક થી શકે છે, આ પછી રાજધાની કિવ અને ઝાયટોમર શહેરમાં હુમલાની ચેતવણી જારી કરવામાં આવી હતી. આ પછી સુમીમાં હવાઈ હુમલાનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું.આ સાથે જ અહી રહેલા લોકોને લોકોને શેલ્ટર હોમમાં જવા માટે કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારના રોજ સુમીની યુનિવર્સિટીમાં મિલિટરી ફેકલ્ટી પર બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા. દરમિયાન, યુક્રેન પણ રશિયન અધિકારીયુક્રેનના બંદર શહેર મેરીયુપોલના મેયરે માહિતી આપી હતી કે રશિયન સેનાએ અહીં કબજો કરી લીધો છે અને લોકોની અવરજવર પણ બંધ કરી દીધી છે.ત્યારે હવે મિશાઈલ એટેકને લઈને યુક્રેન પર સંકટના વાદળો છવાયા છે.અત્યાર સુધી જે તબાહી થી હતી તેનાથી વઘુ મિસાઈલ અટેકથી તબાહી મચી શકે છે.