Site icon Revoi.in

રશિયામાં આર્થિક વ્યવહાર પર સંકટ-  વિઝા અને માસ્ટર કાર્ડ દ્વારા તમામ વેલડ-દેવડ બંધ કરાઈ

Social Share

 

દિલ્હી – રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાને 10 દિવસ થઈ ચૂક્યા છે ત્યારે રશિયાના આ આકાર વલણની સૌ કોી ટિકા કરી રહ્યું છે આવી સ્થિતિમાં રશિયાએ ફએસબૂક.ટ્વિટર પર પણ પ્રતિબંધ લગાવ્યો છે  ત્યારે હવે ાર્થિક વ્યવહાર પર પણ રશિયાએ પ્રતિબંધ મૂક્યો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિઝા ઇન્ક અને માસ્ટરકાર્ડ ઇન્કએ રશિયામાં તમામ વ્યવહારો બંધ કરી દીધા છે. આ પગલું રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનના આક્રમણ પછી આંતરરાષ્ટ્રીય સમુદાયથી યુક્રેનની અર્થવ્યવસ્થાને અલગ કરવાના ભાગ રૂપે લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને  શનિવારે થોડી જ મિનિટોમાં આ અંગે બંને પક્ષો તરફથી અલગ-અલગ નિવેદન જારી કરવામાં આવ્યા હતા. વિઝાએ યુક્રેન પર રશિયાના ઉશ્કેરણી વિનાના આક્રમણ અને અસ્વીકાર્ય ઘટનાઓને ટાંક્યા, જ્યારે માસ્ટરકાર્ડે વર્તમાન સંઘર્ષની અભૂતપૂર્વ પ્રકૃતિ અને અનિશ્ચિત આર્થિક વાતાવરણને ટાંક્યુ હતું

ઉલ્લેખનીય છે કે આ બંને કંપનીઓ તેમની ચોખ્ખી આવકના લગભગ 4 ટકા રશિયા સંબંધિત બિઝનેસમાંથી મેળવી રહી છે. હકીકતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુએસ ધારાસભ્યો સાથે વીડિયો કોલ દરમિયાન રશિયામાં તમામ વ્યવસાયો બંધ કરવાની અપીલ કરી હતી, જેના કલાકો પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેલિફોર્નિયાના ડેમોક્રેટ બ્રાડ શર્મન હાઉસ ફાઇનાન્સિયલ સર્વિસીસ કમિટીના સભ્ય છે, તેમણે કોલ પછી ટ્વિટ કર્યું કે તેઓ યુક્રેનિયન નેતા સાથે સંમત છે.