Site icon Revoi.in

ઈકારના પ્રધાનમંત્રી પર જીવનું સંકટ – નિવાસ સ્થાન પર કરવામાં આવ્યો ડ્રોન વડે હુમલો

Social Share

દિલ્હીઃ- મળતી માહિતી પ્રમાણે  ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીના નિવાસ સ્થાને વિતેલા દિવસને રવિવારના રોજ સવારમાં  સવારે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો.જો કે આ હુમલામાં વડાપ્રધાનને કોી જાનહાનિ કે નુશાન થવા પામ્યું નથી તેઓ હેમખેમ જોવા મળ્યા છેજો કે આ હુમલો તેમની હત્યા કરવા માટે કરાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ સમગ્ર બાબતે ત્યાની મીડિયા પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઇરાકના વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીના બગદાદ સ્થિતિ નિવાસસ્થાન હુમલા બાદ ઘણા લોકો ઘાયલ થયા હતા.

ડ્રોન વડે કરવામાં આવેલ હુમલાની ઘટનામાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હુમલામાં વડાપ્રધાન મુસ્તફા અલ-કાધિમીને કોઈ નુકસાન થયું નથી.

આ સમગ્ર બાબતને લઈને ઈરાકની સેના દ્વારા જાહેરકરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રીન ઝોન બગદાદમાં વડાપ્રધાનના ઘરને નિશાન બનાવીને હુમલા કરવાનું કાવચરું ઘડવામાં આવ્યું હતું જો કે આ હુમલો નિષ્ફળ સાબિત થયો છે,.

આ સમગ્ર બાબતને લઈને હજી એ વાત સ્પષ્ટ થી નથી કે આ જીવલેણ હુમલો કરવા પાછળ કોણ જવાબદાર છે કોણે આ હુમલો કર્યો છે.