ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઇટેડથી અલગ થવાનો કર્યો નિર્ણય
દિલ્હી:ઇંગ્લેન્ડના ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તાત્કાલિક અસરથી ટીમ છોડવાનો નિર્ણય લીધો છે.ક્લબે મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.બ્રિટિશ પત્રકાર પિયર્સ મોર્ગન સાથેના તેમના તાજેતરના ઇન્ટરવ્યુ માટે રોનાલ્ડોને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ટરવ્યુથી જ, એવું કહેવામાં આવ્યું હતું કે તે ક્લબ માટે આગળ નહીં રમે.
ઇન્ટરવ્યુમાં રોનાલ્ડોએ ક્લબની અનેક મુદ્દે ટીકા કરી હતી.તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે,ક્લબના કેટલાક લોકો તેને બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.રોનાલ્ડોએ એમ પણ કહ્યું કે,તેને ક્લબ અને મેનેજર એરિક ટેન હૈંગ દ્વારા દગો આપવામાં આવ્યો હતો.તેને એરિક ટેન હૈંગ માટે કોઈ માન નથી.
માન્ચેસ્ટર યુનાઈટેડએ શું કહ્યું? તેના નિવેદનમાં માન્ચેસ્ટર યુનાઈટેડએ કહ્યું, “ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તાત્કાલિક અસરથી પરસ્પર કરાર દ્વારા માન્ચેસ્ટર યુનાઈટેડ છોડી રહ્યો છે.” ઓલ્ડ ટ્રેફર્ડ ખાતેના તેમના બે સ્પેલ દરમિયાન તેમના પુષ્કળ યોગદાન બદલ ક્લબે તેમનો આભાર માન્યો હતો.રોનાલ્ડોએ 346 મેચમાં ટીમ માટે 145 ગોલ કર્યા છે.તેમને અને તેમના પરિવારને ભવિષ્ય માટે શુભકામનાઓ
ક્લબે વધુમાં કહ્યું કે,”માન્ચેસ્ટર યુનાઇટેડમાં દરેક વ્યક્તિ એરિક ટેન હૈગના કોચિંગ હેઠળ ટીમની પ્રગતિ ચાલુ રાખવા અને પીચ પર સફળતા મેળવવા માટે સાથે મળીને કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે,”