દિલ્હી:કતાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં સ્ટાર ફૂટબોલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેની પ્રથમ મેચ રમવા ઉતર્યો અને પોતાનો જાદુ ફેલાવ્યો.રોનાલ્ડોની ટીમ પુર્તગાલનો મુકાબલો ઘાના સાથે થયો. મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં પુર્તગાલએ 3-2થી મેચ જીતી લીધી હતી.
ગ્રુપ એચની પોતાની પ્રથમ મેચમાં પુર્તગાલના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઘાના સામેની મેચની 65મી મિનિટે પેનલ્ટી વડે મેચનો પ્રથમ ગોલ કર્યો હતો.
આ ગોલ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 5 વર્લ્ડ કપમાં ગોલ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.તે 5 અલગ-અલગ ફિફા વર્લ્ડ કપમાં સ્કોર કરનાર પુરુષ ફૂટબોલનો પ્રથમ ખેલાડી બન્યો.
રોનાલ્ડોએ 2006માં પોતાના પ્રથમ વર્લ્ડ કપમાં પ્રથમ ગોલ કર્યો હતો.યોગાનુયોગ, તેનો પહેલો ગોલ પણ પેનલ્ટી દ્વારા થયો હતો.ત્યારબાદ રોનાલ્ડોએ ઈરાન સામે ગોલમાં બોલ નાખ્યો હતો.
આ રીતે, પુર્તગાલ કેપ્ટનના હવે વર્લ્ડ કપ ઈતિહાસમાં કુલ 8 ગોલ થઈ ગયા છે.તેણે ગયા વર્લ્ડ કપમાં 4 ગોલ કર્યા હતા, જે એક જ ટૂર્નામેન્ટમાં તેના સૌથી વધુ ગોલ છે.